રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૨.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૭૨૩૨.૦૬ સામે ૫૫૪૧૮.૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૪૩૮૩.૨૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૬૧૨.૮૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૦૨.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૫૪૫૨૯.૯૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૦૮૦.૬૫ સામે ૧૬૬૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૬૨૩૦.૧૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૩૩.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૩૦.૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૬૨૫૦.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
કોરોનાની ત્રાસદીમાંથી દુનિયા માંડ બહાર આવી હતી ત્યારે હવે રશિયા અને યુક્રેન વચ્ચે શરુ થયેલા જંગથી આર્થિક અનિશ્ચિતતાઓનો માહોલ જોવા મળી રહ્યો છે. સપ્તાહના ચોથા દિવસે ગુરુવારે ભારતીય શેરબજારમાં છેલ્લા એક વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિ પુતીને આજે પાડોશી દેશ યુક્રેન ઉપર યુદ્ધની જાહેરાત રાષ્ટ્રજોગ પ્રવચન સાથે રશિયન સેનાએ હવાઈ હુમલા શરૂ કરતાં તેની સાથે સશસ્ત્ર સૈનિકોએ યુક્રેન ઉપર ચડાઈ કરતાં આજે વૈશ્વિક બજારોમાં ભરે તંગદિલીના માહોલ વચ્ચે રશિયાએ પોતનું શેરબજાર બંધ કરવાનો નિર્ણૅય સાથે આજે ડેરિવેટીવ્ઝમાં ફેબ્રુઆરી વલણના અંતે ભારતીય શેરબજારમાં અંદાજીત ૨૭૦૦ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. સતત સાત દિવસથી ભારતીય શેરબજાર યુદ્ધની દહેશતે તમામ ક્ષેત્રના ઇન્ડેક્સમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, આ સાત દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં અંદાજીત રૂ.૧૯.૪૮ લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો છે. આજે એક જ દિવસમાં સંપત્તિમાં રૂ.૧૩.૩૪ લાખ કરોડનું ધોવાણ થયું હતું.
બીજી તરફ સોના, ચાંદી અને ક્રુડ ઓઈલના ભાવમાં આ સંકટના કારણે વધારો થઈ રહ્યો છે. નેચરલ ગેસના વિશ્વના સૌથી મોટા બજાર રશિયામાં અનિશ્ચિત્તાના માહોલ વચ્ચે ભાવમાં ૫%નો ઉછાળો આવ્યો છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં આ યુદ્ધના કારણે ક્રુડ ઓઈલના ભાવમાં પણ ભારે ઉછાળો થયો છે. બ્રેન્ટ ક્રુડના ભાવ ૧૦૧ ડોલર અને ડબલ્યુટીઆઈ ક્રુડના ભાવ ૯૬ ડોલર થઈ ગયા છે. આગામી દિવસોમાં ભારતની ઈકોનોમી પર તેની અસર જોવા મળી શકે છે. જો ક્રુડ ઓઈલના ભાવ હવે ૧૦૦ ડોલરની ઉપર લાંબો સમય રહેશે સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં બહુ જલ્દી વધારો થાય તેવી શક્યતા સાથે દેશમાં મોંઘવારીમાં વધારો થવાનો ભય જોવાઈ રહ્યો છે. રશિયા – યુક્રેનના અરાજકતાના માહોલમાં મોંઘવારી સહિતની તમામ ચિંતાઓ સાથે વ્યાજદરનો ઝડપી વધારો પણ સૂચવે છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૫.૫૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૫.૭૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, ટેલિકોમ, ઓટો, ઈન્ડસ્ટ્રીયલ, બેઝિક મટિરિયલ્સ, ફાઇનાન્સ, સીડીજીએસ, એનર્જી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ભારે ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૪૭૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૧૬૧ અને વધનારની સંખ્યા ૨૩૧ રહી હતી, ૮૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૬ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વિશ્વના દરેક દેશોની ઈચ્છા વિરુદ્ધ ગુરુવારે સવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીને યુકેન ઉપર યુદ્ધની ઘોષણા કરી હવાઈ હુમલા શરૂ કર્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે યુક્રેનની સરહદો ઉપર તેની નિકાસ અને ત્યાંથી ચીજોની આયાત ઉપર ફટકો પડે તેવી શક્યતા જોવાઈ રહી છે. ભારત અને યુક્રેન વચ્ચે મહત્વના વ્યાપારી સંબંધો છે અને દેશની કુલ નિકાસમાં યુક્રેનનો હિસ્સો ૦.૧૫% જેટલો છે. ભારતની દવાઓ, ફીશ અને તેને લગતી ચીજો, પ્લાસ્ટિક પ્રોડક્ટ, કેમિકલ્સ, ચા, કોફી, સિરામિક્સજેવી ચીજો ભારત યુક્રેનમાં નિકાસ કરે છે. યુક્રેન ઉપર રશિયાએ કરેલા હુમલામાં સ્થિતિ લાંબો સમય સુધી ગંભીર રહે તો ભારતના આ વ્યાપારને નુકસાન થાય, અટકી પડે અથવા તો તેમાં ઘટાડો જોવા મળી શકે છે. આશા રાખીએ એ યુદ્ધ જલ્દી પૂર્ણ થઇ જાય પણ જો તે લાંબો સમય ચાલશે તો ભારત માટે કેટલીક આવશ્યક ચીજોની આયત અટકી પડશે. આ આયાતમાં ખાધતેલ, દવામાં બનાવવામાં વપરાતી પશુઓની ચામડી, રસાયણિક ખાતર જેવી ચીજોનો સમાવેશ થાય છે.
ભારતની કુલ આયાતમાં યુક્રેનનો હિસ્સો ૦.૫૬% જેટલો છે એટલે ભારત માટે આમ મોટી ચિંતા નથી પણ ભારતની કુલ આયાતમાં કેટલીક ચીજોમાં યુક્રેનનો હિસ્સો બહુ મોટો છે એટલે તેમાં ક્ષણિક રીતે મોટો ફટકો પડે તેવી શક્યતા છે. ભારત મોટાભાગનુ ઓઈલ ઈમ્પોર્ટ કરે છે અને ભારતનુ ઈમ્પોર્ટ બિલ હવે વધશે તે નિશ્ચિત છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં આ જંગના કારણે ક્રુડ ઓઈલના ભાવમાં ઉછાળો નોંધાતા સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં બહુ જલ્દી વધારો થાય તેવી શક્યતાએ મોંઘવારીમાં વધારોની સીધી અસર ભારતની ઈકોનોમી પર જોવા મળી શકે છે.
તા.૨૫.૦૨.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૨૪.૦૨.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૬૨૩૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૧૬૦ પોઈન્ટના પ્રથમ અને ૧૬૦૦૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૬૨૭૨ પોઈન્ટ થી ૧૬૩૦૩ પોઈન્ટ ૧૬૩૭૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૦૦૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૨૪.૦૨.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૫૦૭૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૪૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૩૪૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૧૭૭ પોઈન્ટ થી ૩૫૨૭૨ પોઈન્ટ, ૩૫૩૦૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૫૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- ટેક મહિન્દ્ર ( ૧૩૩૫ ) :- ટેકનોલોજી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૩૧૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૦૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૫૩ થી રૂ.૧૩૬૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૩૭૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- એસબીઆઈ લાઈફ ( ૧૦૫૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૦૨૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૦૧૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૦૭૩ થી રૂ.૧૦૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- ઇન્ડસઇન્ડ બેન્ક ( ૮૭૪ ) :- રૂ.૮૬૦ નો પ્રથમ તેમજ રૂ.૮૪૪ ના બીજા સપોર્ટથી બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૮૮ થી રૂ.૯૦૯ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- મહિન્દ્રા & મહિન્દ્રા ( ૭૯૬ ) :- કાર & યુટીલીટી વિહિકલ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૮૧૩ થી રૂ.૮૨૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ચોલામંડલમ ફાઈનાન્સ ( ૬૪૯ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૨૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાઈનાન્સ સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૬૩ થી રૂ.૬૭૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- ઈન્ડીગો ( ૧૮૨૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એરલાઈન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૯૦૯ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૯૭ થી રૂ.૧૭૮૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૯૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- એચડીએફસી બેન્ક ( ૧૪૧૩ ) :- રૂ.૧૪૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૪૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૩૯૭ થી રૂ.૧૩૯૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૧૦૨ ) :- ટેકનોલોજી સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૧૪૭ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૦૮૮ થી રૂ.૧૦૮૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- લુપિન લિમિટેડ ( ૭૧૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૩૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૯૬ થી રૂ.૬૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૫૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ભારતી એરટેલ ( ૬૭૦ ) :- રૂ.૬૮૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૯૬ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૬૩ થી રૂ.૬૫૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૦૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )