રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૭.૦૨.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૮૬૪૪.૮૨ સામે ૫૮૫૪૯.૬૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૭૨૯૯.૦૫ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૧૪૦૮.૭૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૨૩.૬૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૭૬૨૧.૧૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૫૨૯.૬૫ સામે ૧૭૪૫૮.૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૧૨૫.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૦૭.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૧૫.૮૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૨૧૩.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત સાવચેતીએ થઈ હતી. વૈશ્વિક મોરચે ફુગાવો-મોંઘવારીનું પરિબળ ફરી જોખમી બની રહ્યું હોવા સાથે યુ.કે.માં બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા વ્યાજ દરમાં સતત બીજી વખત વધારો કરવામાં આવતાં અને યુ.એસ.ફેડરલ રિઝર્વ દ્વારા આગામી દિવસોમાં વ્યાજ દરમાં વધારો કરવામાં આવશે એના સ્પષ્ટ સંકેત સાથે ઘર આંગણે ફુગાવાના વધતાં દબાણ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રાજયોની ચૂંટણીઓ પૂર્વે વ્યાજ દરમાં વધારો કરીને મોંઘવારીને અંકુશમાં લેવાના પગલાં લેવામાં આવે એવી શકયતાએ એફપીઆઈઝ-ફોરેન ફંડોએ સાવચેતીમાં આજે શેરોમાં યુટિલિટીઝ, પાવર અને મેટલ શેરો સિવાય તમામ ક્ષેત્રિય ઉદ્યોગોની કંપનીઓના શેરોમાં સતત પ્રોફિટ બુકિંગ કરતાં ભારતીય શેરબજાર નોંધપાત્ર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
વિવિધ પ્રતિકળ અહેવાલો પાછળ ચોમેરના વેચવાલીના દબાણ પાછળ ભારતીય શેરબજારમાં પીછેહઠ નોંધાઈ રહી છે. ચાલુ માસમાં પણ એફઆઈઆઈ દ્વારા હાથ ધરાયેલ એકદારી વેચવાલીની બજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. છેલ્લા ચાર માસથી એફઆઈઆઈ દ્વારા બજારમાં સતત વેચવાલી હાથ ધરાઈ છે. આ નેગેટીવ ભૂમિકા પાછળ નોમુરા અને યુવીએસ દ્વારા ભારતીય ઇક્વિટીને ઊંચા વેલ્યુએશનના કારણે ડાઉનગ્રેડ કર્યાના હતા. ઉપરાંત મોર્ગન સ્ટેન્લીએ પણ ભારતીય ઇક્વિટીને ડાઉનગ્રેડ કરી હતી. અગાઉ સપ્ટેમ્બર માસમાં વિદેશી રોકાણકારોએ રૂ.૯૧૩.૭૭ કરોડનું રોકાણ કર્યું હતું. જો કે, એપ્રિલ માસથી ઓગસ્ટ સુધી તેઓએ એકધારી વેચવાલી હાથ ધરી હતી. હવે ફેબ્રુઆરી માસમાં પણ વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૨૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર યુટિલિટીઝ, પાવર અને મેટલ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૫૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૧૦૧ અને વધનારની સંખ્યા ૧૪૦૫ રહી હતી, ૧૪૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૦૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૪૪૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વિકાસને ટેકો આપવા મૂડી ખર્ચ પર ભાર આપતું નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે ભારત સરકારનું બજેટ નાણાં સંસ્થાઓ તથા બિન – નાણાંકીય કંપનીઓ માટે પોઝિટિવ છે, પરંતુ દેશ માટે લાંબા ગાળે રાજકોષિય પડકારોનું જોખમ રહેલું છે. કોરોનાની મહામારીમાંથી દેશનું અર્થતંત્ર સતત સુધરી રહ્યું છે ત્યારે વિકાસની ગતિને ટકાવી રાખવા મૂડી ખર્ચમાં સતત વધારો કરવા પર ભાર અપાયો છે, એમ રેટિંગ એજન્સી મૂડી’સના એક રિપોર્ટમાં જણાવાયું હતું. એજન્સી દ્વારા ભારતના સોવેરિંગ રેટિંગને ‘બીએએ૩ સ્થિર’ અપાયું છે. ચુસ્ત બજેટ ધારણાંઓ પ્રવર્તમાન બૃહદ્ આર્થિક અને મહામારીને લગતા જોખમોને પ્રતિસાદ આપવા માટે સરકારને શક્તિ પૂરી પાડે છે.
નાણાં વર્ષ ૨૦૨૫ સુધીમાં રાજકોષિય ખાધ જીડીપીના ૪.૫૦% સીમિત રાખવાનો માર્ગ અસ્પષ્ટ જણાય છે. નાણાં વર્ષ ૨૦૨૧માં દેશની રાજકોષિય ખાધ જે જીડીપીના ૬.૯૦% રહી હતી તે નાણાં વર્ષ ૨૦૨૨માં ૬.૪૦% રહેવા અંદાજ મૂકવામાં આવ્યો છે. નાણાં વર્ષ ૨૦૨૦માં ખર્ચમાં જે વધારો થયો હતો તેમાંથી પીછેહઠ છતાં, કોરોના પહેલાના દસ વર્ષની સરેરાશ કરતા આગામી વર્ષનું બજેટ જીડીપીના હિસ્સાની દ્રષ્ટિએ મોટું જણાય છે. વ્યાજ દરમા કોઈપણ વધારો દેવા પાછળના ખર્ચને ઊંચે લઈ જશે અને આવક સામે વ્યાજની ચૂકવણીના પ્રમાણની દ્રષ્ટિએ દેવું કરવાની ક્ષમતા પર પ્રતિકૂળ અસર કરશે.
તા.૦૮.૦૨.૨૦૨૨ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….
તા.૦૭.૦૨.૨૦૨૨ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૨૧૩ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૦૭૭ પોઈન્ટના પ્રથમ અને ૧૭૦૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૭૨૭૨ પોઈન્ટ થી ૧૭૩૦૩ પોઈન્ટ ૧૭૩૩૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૦૭૭ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
તા.૦૭.૦૨.૨૦૨૨ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૮૦૯૦ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૭૮૦૮ પોઈન્ટના પ્રથમ અને ૩૭૬૭૬ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૮૧૮૦ પોઈન્ટ થી ૩૮૩૦૩ પોઈન્ટ, ૩૮૩૭૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૮૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!
હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..
- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૩૨૩ ) :- ઇન્ટીગ્રેટેડ ઓઇલ & ગેસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૨૯૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૨૭૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૩૪૭ થી રૂ.૨૩૫૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૨૩૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
- કોટક બેન્ક ( ૧૮૩૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૮૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૭૮૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૮૪૭ થી રૂ.૧૮૬૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
- એસીસી લિમિટેડ ( ૨૨૭૭ ) :- રૂ.૨૨૪૭ નો પ્રથમ તેમજ રૂ.૨૨૩૦ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૨૩૦૩ થી રૂ.૨૩૨૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
- ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૭૧૭ ) :- સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૩૪ થી રૂ.૧૭૫૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૬૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- ઇન્ફોસિસ લિમિટેડ ( ૧૭૦૮ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૧૬૮૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેકનોલોજી સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૭૨૩ થી રૂ.૧૭૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
- એચસીએલ ટેકનોલોજી ( ૧૧૫૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ટેક્નોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૧૭૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૪૪ થી રૂ.૧૧૩૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- વોલ્ટાસ લિમિટેડ ( ૧૨૧૦ ) :- રૂ.૧૨૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૨૫૫ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૧૯૭ થી રૂ.૧૧૮૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૨૬૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
- ટાટા સ્ટીલ ( ૧૧૮૬ ) :- આયર્ન & સ્ટીલ/ઇન્ટરમ. પ્રોડક્ટ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૨૦૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૧૭૩ થી રૂ.૧૧૬૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
- એક્સિસ બેન્ક ( ૭૮૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૭૮ થી રૂ.૭૭૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૧૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
- અમરરાજા બેટરી ( ૬૧૯ ) :- રૂ.૬૩૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૦૬ થી રૂ.૫૯૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે
ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )