જામનગરની ઉત્સાહી, આનંદી અને ક્રીએટીવ મહિલાઓ માટે ઘણાં બધાં લેડીઝ કલબ જામનગરમાં છે. ત્યારે સૌથી વધુ મહિલાઓની પસંદગી ધરાવતું ડીલાઈટ કલબ હંમેશા બહેનો માટે કંઈક અલગ લઇને આવે છે.
આ વખતે જ્યારે લગ્નસરાની સીઝન ચાલુ હોય બહેનો માટે ‘શુભ મંગલમ્’ કાર્યક્રમ લઇને આવ્યું હતું. ડિલાઈટ કલબ જેમાં શુભ પ્રસંગને અનુરૂપ ગુ્રપ ડાન્સ, સેલા, હેવી રીસેપ્સન વેર તેમજ તલોદના ફુડ પેકેટની વાનગીની હરીફાઈ યોજવામાં આવી હતી. આ સાથે મ્યુઝિકલ તંબોલા તો ખરા જ.
ડિલાઈટ કલબની છઠી મિટિંગ ‘શુભ મંગલમ’ માં વર્ધમાન ક્રોકરી તથા તલોદ કુડ અને ડબલ હાથી મસાલાના સહકારથી સફળ રહી તલોદ તરફથી દરેકને નાસ્તો તથા વીનર્સને હેમ્પર મળેલા તે સિવાય શુભ પ્રસંગોના ડાન્સ, સેલ, હેવીવેર અને રિધ્ધી સિધ્ધી તંબોલામાં જજ તરીકે તન્વીબેન છાયા, સ્મિતાબેન શેઠ તથા ડો. સપના ઉદાણી એ સેવા આપી હતી. આ આશરે 850 જેટલી બહેનોએ આપી હતી. અને આશરે 850 જેટલી બહેનોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો તેવું સેક્રેટરી વૈશાલીબેન વારીયાની યાદીમાં જણાવાયું છે.