જામનગરમાં ફલિયા પરિવાર દ્વારા કથાકાર જીગ્નેશદાદાની ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગઇકાલે શ્રી કૃષ્ણ જન્મોત્સવ, શ્રી રામ જન્મોત્સવ, વામન અવતાર સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. જેનો મોટી સંખ્યામાં ભાવિક ભકતોએ લાભ લીધો હતો.
છોટીકાશી ગણાતા જામનગર શહેરમાં જયંતિભાઇ નાથાલાલ ફલિયા પરિવાર દ્વારા ભાગવત કથાકાર પૂ.જીગ્નેશ દાદા (રાધે-રાધે)ના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.23ના રોજ આ ભાગવત કથાનો પ્રારંભ થયો હતો. શહેરના શરૂ સેકશન રોડ પર આવેલ પટેલ વાડી શિવધામ, ખાતે ફલિયા પરિવાર દ્વારા આયોજીત આ શ્રીમદ્ ભાગવત કથા દરમિયાન શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી આ ભાગવત સપ્તાહ સાંભળવાનો આ લ્હાવો લઇ રહ્યા છે. તેમજ કથા પુર્ણ થયા બાદ સમુહ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ગઇકાલે આ ભાગવત સપ્તાહમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ, શ્રીરામ જન્મોત્સવ, વામન અવતાર સહિતના પ્રસંગો ઉજવવામાં આવ્યા હતાં. જેમાં કથા શ્રાવકોએ ઉમંગભેર ભાગ લીધો હતો. અને ભકિતના રંગે રંગાયા હતાં.
View this post on Instagram
આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન ભાગવાતાચાર્ય ડો. અમૃતલાલ ભોગાયતા, લોહાણા સમાજના અગ્રણી જીતેન્દ્રભાઇ એચ. લાલ, મીહીરભાઇ કાનાણી, ડો. એમ.કે. ફલિયા, ડો. કે.એસ. મહેશ્ર્વરી, ડો. તુષારભાઇ શિંગાળા, ડો. હિંમાશુ પેસાવરીયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ અશોકભાઇ નંદા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ ભોજાણી, અગ્રણીઓ શાંતીભાઇ કનખરા, વસંતભાઇ કટારીયા, એડવોકેટ મીહીરભાઇ નંદા, મનસુખભાઇ કનખરા, મેહુલભાઇ કાનાણી, દેવશીભાઇ ચેતરીયા, મધુભાઇ ચોવટીયા, ઉપરાંત જોબનપુત્રા પરિવાર સહિતના લોકો કથામાં ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કર્યુ હતું. તેમ જય જયંતિભાઇ ફલિયાએ જણાવ્યું હતું.


