Monday, December 30, 2024
Homeરાજ્યખંભાળિયા પાલિકાના ચીફ ઓફિસરની ટૂંકાગાળામાં બદલી

ખંભાળિયા પાલિકાના ચીફ ઓફિસરની ટૂંકાગાળામાં બદલી

પાલનપુરથી સતિશકુમઆર પટેલની નિયુક્તિ

- Advertisement -


સમગ્ર ગુજરાત રાજ્યમાં ગઈકાલે મંગળવારે રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યની જુદીજુદી 33 નગરપાલિકાઓમાં ફરજ બજાવી રહેલા ચીફ ઓફિસરની સામૂહિક બદલીના ઓર્ડરો થયા છે. જેમાં ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસરની પણ બદલી થવા પામી છે.

- Advertisement -


ખંભાળિયા નગરપાલિકામાં એકાદ વર્ષ પૂર્વે નીમવામાં આવેલા ચીફ ઓફિસર અતુલચંદ્ર એચ. સિન્હાની બદલી છોટાઉદેપુર ખાતે કરવામાં આવી છે. તેમના સ્થાને પાલનપુરથી સતિષકુમાર પટેલની નિયુક્તિ કરાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આશરે આઠેક માસથી અવિરત રીતે ખંભાળિયા નગરપાલિકામાં ફરજ પર રહેલા ચીફ ઓફિસર એ.એચ. સિન્હા દ્વારા તેમના ફરજકાળ દરમિયાન પાણી, રસ્તા તથા ઓફિસ વહીવટની કામગીરીમાં નોંધપાત્ર ફેરફાર સાથે અનેકવિધ પ્રજાલક્ષી અને વિકાસ કાર્યો અંગેના પગલાઓ લેવામાં આવ્યા છે. વહીવટી સૂઝ-બુઝ ધરાવતા ચીફ ઓફિસર સિન્હાની ટૂંકા સમયગાળામાં બદલી થવા પામી છે. રાજ્યના સામૂહિક બદલીઓમાં ઓખા નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદભાઈ રાઠોડની બદલી વિરમગામ ખાતે થઈ છે. જ્યારે પેટલાદ (આણંદ) થી પાર્થવન ગોસ્વામીને કલ્યાણપુર તાલુકાના જામરાવલ નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે મૂકવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular