Saturday, January 10, 2026
Homeરાજ્યજામનગરદ્વારકા જતા મુખ્યમંત્રીનું જામનગર એરપોર્ટ ઉપર ટૂંકુ રોકાણ

દ્વારકા જતા મુખ્યમંત્રીનું જામનગર એરપોર્ટ ઉપર ટૂંકુ રોકાણ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી દ્વારકા જિલ્લાની મુલાકાતે હતાં ત્યારે જામનગર એરપોર્ટ ખાતે તેઓએ ટૂંકું રોકાણ કર્યું હતું.

- Advertisement -

તેમના સ્વાગતમાં મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, જીલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, જીલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, વિમલભાઈ કગથરા, રમેશભાઈ મુંગરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, સાશક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ગોસરાણી, શહેર ભાજપ મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, જિલ્લા ભાજપ મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, ડો વિનોદભાઈ,એરપોર્ટ ઓથોરિટી ડાયરેકટર સચિન ખેંગાર સહિતના મહાનુભાવો સહભાગી બન્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular