Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે દુકાનદાર ઝડપાયો

જામનગર શહેરમાં રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે દુકાનદાર ઝડપાયો

- Advertisement -

જામનગરના મોરકંડા રોડ પર રહેણાંક મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન ચાર બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લીધો હતો. જામનગરની નવી સાધના કોલોની વિસ્તારમાંથી પોલીસે દારૂની બોટલ સાથે દબોચી લીધો હતો. જોડિયા તાલુકાના તારાણા ગામમાં રહેણાંક મકાનમાંથી દારૂની બોટલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં મોરકંડા રોડ પર આવેલા ગેલેકસી પાર્કમાં ઈ 15 માં રહેતા અશોક ડાયા નકુમના પાનની દુકાન ચલાવતા શખ્સના ઘરે સિટી એ ડીવીઝન પોલીસે તલાસી લેતા રૂા.2000 ની કિંમતની દારૂની ચાર બોટલ મળી આવતા પોલીસે અશોકની ધરપકડ કરી પૂછપરછ હાથ આરંભી હતી.

બીજો દરોડો, જામનગરની નવી સાધના કોલોની વિસ્તારમાંથી પસાર થતા અમૃતલાલ ઉર્ફે અમો પ્રેમજી પરમાર નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા. 500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા પોલીસે અમૃતલાલની અટકાયત કરી હતી. ત્રીજો દરોડો,જોડિયા તાલુકાના તારાણા ગામમાં રહેતાં રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા કનુભા જાડેજા નામના શખ્સના મકાનમાંથી જોડિયા પોલીસે તલાસી લેતા તેમાંથી રૂા.450 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular