Saturday, January 10, 2026
HomeવિડિઓViral Videoશોકિંગ CCTV : કેનેડાથી મામાના લગ્નમાં આવેલ 4 વર્ષના માસુમને કારચાલકે કચડી...

શોકિંગ CCTV : કેનેડાથી મામાના લગ્નમાં આવેલ 4 વર્ષના માસુમને કારચાલકે કચડી નાખતા મોત  

વાલીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરમાં બનેલી આ ઘટના પછી કોઈ પણ માતા-પિતા પોતાના બાળકોને એકલા છોડવાનું વિચારશે નહીં. કેનેડાથી મામાના લગ્નમાં આવેલ ચાર વર્ષનો બાળક સોસાયટીના કમ્પાઉન્ડમાં રમી રહ્યો હતો અને કારચાલકે બાળકને કચડી નાખતા બાળકનું મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાના શોકિંગ સીસીટીવી સામે આવ્યા છે.

- Advertisement -

 

- Advertisement -

આગામી 13મી ડિસેમ્બરના રોજ મામાના લગ્ન હોવાથી 4 વર્ષીય વિવાન તેની માતા સાથે એક મહિનાથી ગાંધીનગર આવ્યો હતો. કેનેડાના ઓન્ટારિયો ખાતે રહેતા વિવાનના પિતા ધ્વનિલ જયેશભાઈ રાવલ ગઈકાલે સવારે કેનેડાથી લગ્નમાં હાજરી આપવા માટે આવ્યા હતા. તેઓને ખરીદી કરવા જવું હોવાથી સોસાયટીના કમ્પાઉન્ડમાં ટેક્સીની રાહ જોઈને ઊભાં હતાં. તે દરમિયાન વિવાન મેઇન ગેટ પાસે અંદરની સાઈડમાં રમી રહ્યો હતો. તે વખતે સોસાયટીમાં રહેતા એક વ્યક્તિ અંદર પ્રવેશતી વખતે પોતાની કાર ગફલતભરી રીતે હંકારી ગેટ આગળથી ટર્ન મારતા વિવાનને કચડી નાખ્યો હતો. બાદમાં વિવાનને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ માસુમનું મૃત્યુ નીપજતા લગ્નનો માહોલ માતમમાં છવાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular