જામનગર શહેરના વૈશાલીનગર વિસ્તારમાં રહેતા યુવાને ઘરની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે જિંદગીથી કંટાળીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના વૈશાલીનગર શેરી નં.4 અને ઘર નં.1 માં રહેતાં તથા મજૂરી કામ કરતા તુલસીદાસ અમરદાસ જાદવ (ઉ.વ.25) નામના યુવાનના ઘરની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે સંકળામણ અનુભવતો હતો. જેના કારણે જિંદગીથી કંટાળીને ગુરૂવારે બપોરના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું શુક્રવારે સવારના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની ચુનીલાલ જાદવ દ્વારા જાણ કરાતા હેકો જે.એચ. મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.