જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં સરસ્વતિ સોસાયટીમાં રહેતાં યુવાને અગમ્યકારણોસર તેના ઘરે પંખામાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં બી.એન. ઝાલા સ્કૂલ પાછળ આવેલી સરસ્વતિ સોસાયટીમાં રહેતો અને મજૂરી કામ કરતો ભૂપતભાઈ કારાભાઈ કંટારીયા (ઉ.વ.38) નામના યુવાને ગુરૂવારે સવારના સમયે તેના ઘરે અગમ્યકારણોસર પંખામાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગેની મૃતકના ભાઈ ભરતભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.પી.અસારી તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.