જામનગર શહેરના એકડેએક વિસ્તારમાં આવેલા વસીલા ચોકમાં રહેતી યુવતીને ગુરૂવારે બપોરના સમયે તેના ઘરે હીટરમાં વીજશોક લાગતા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેણીનું મોત નિપજ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના એકડેએક વિસ્તારમાં આવેલા રસીલા ચોકમાં રહેતાં વૈશાલીબા રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.21) નામની યુવતી ગુરૂવારે બપોરના સમયે તેણીના ઘરે હિટરમાં હાથ અડી જતાં ઈલેકટ્રીક શોક લાગતા સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા અહીંની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે સાસુ વિલાશબા દ્વારા જાણ કરાતા પીએસઆઈ આર.પી. અસારી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.