Monday, November 25, 2024
Homeરાજ્યજામનગરમહાશિવરાત્રી નિમિત્તે પિંક ફાઉન્ડેશન દ્વારા શિવ આરાધનાનું આયોજન

મહાશિવરાત્રી નિમિત્તે પિંક ફાઉન્ડેશન દ્વારા શિવ આરાધનાનું આયોજન

પ્રથમ પ્રહરની પૂજા-મહાપ્રસાદ તથા સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાશે : 75 દંપતિઓ પ્રથમ પ્રહરની પૂજા કરશે : પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેશે

- Advertisement -

જામનગરના પિન્ક ફાઉન્ડેશન પરિવાર તથા તેના પ્રણેતા શેતલબેન શેઠ દ્વારા મહાશિવરાત્રિ પર્વ નિમિતતે ‘શિવ આરાધના’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

- Advertisement -

આવતીકાલે મહાશિવરાત્રિ પર્વના દિવસે જામનગર મધ્યે ધન્વન્તરિ ગ્રાઉન્ડમાં ‘શિવ આરાધના’ શિર્ષક હેઠળ અનેકવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં સાંજે 4 વાગ્યે સમૂહ સત્સંગ, સાંજે 6 વાગ્યે શિવપૂજા, રાત્રે 8 વાગ્યે મહાનુભાવોના પ્રવચન, રાત્રે 9 વાગ્યે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર બિહારીદાન હેમુદાન ગઢવી અને સંગીતા બેન લાબડીયા દ્વારા સંતવાણીનો કાર્યક્રમ તથા મહાપ્રસાદ યોજાશે.

- Advertisement -

સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરના શિખર પર ચડાવાયેલી ધ્વજાજીની પધરામણી કરાવી તેના દર્શન યોજાશે. આ ઉપરાંત મહાશિવરાત્રિ પર્વમાં જેનું માહત્મ્ય છે તેવા ચાર પ્રહરની પૂજા પૈકી પ્રથમ પ્રહરની નિ:શુલ્ક પૂજા પંચોતેર દંપતી દ્વારા કરવામાં આવશે.

આ વિશિષ્ટ અને જામનગરમાં કદાચ સૌ પ્રથમ વખત થઈ રહેલ શિવ આરાધનાના આયોજન પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે. અતિથિવિશેષ પદે સંસદસભ્ય પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય આર.સી. ફળદુ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા), જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મુખ્ય અતિથિ તરીકે શહેર ભાજપ પૂર્વ પ્રમુખો હસમુખભાઈ હિન્ડોચા, અશોકભાઈ નંદા, મુકેશભાઈ દાસાણી, નિલેશભાઈ ઉદાણી, હિતેનભાઈ ભટ્ટ, બિપિનભાઈ ઝવેરી, ધીરૂભાઈ કનખરા ઉપસ્થિત રહેશે.

- Advertisement -

શિવાલયોની છોટીકાશી તરીકે સુપ્રસિદ્ધ નવાનગર-જામનગરના આંગણે યોજાનાર શિવ આરાધનાના ઉત્સવમાં ભાવિકો, નગરજનોને ઉપસ્થિત રહેવા શેતલબેન શેઠ તથા પિન્ક ફાઉન્ડેશન પરિવાર તરફથી અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular