માર્ચ 2022માં લેવાયેલ ધો. 10ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. જામનગર જિલ્લાનું 69.88 ટકા પરિણામ આવ્યું છે. જેમાં જામનગરની મોદી સ્કૂલનું અંગ્રેજી માધ્યમનું 99.20 ટકા તેમજ ગુજરાતી મિડીયમનું 99.26 ટકા સાથે ઝળહળતી સફળતા વિદ્યાર્થીઓએ મેળવી છે. તેમજ 65 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવી શાળા તથા જામનગરનું ગૌરવ વધાર્યું છે.
આજરોજ જાહેર થયેલ ધો. 10ના બોર્ડના પરિણામમાં જામનગરની મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. કુલ 261 વિદ્યાર્થીઓમાંથી ઇંગ્લીશ મીડીયમનું 99.02 ટકા તેમજ ગુજરાતી મિડીયમનું 99.26 ટકા પરિણામ આવ્યું છે. મોદી સ્કૂલ છેલ્લા 10 વર્ષથી જામનગર જિલ્લામાં ધો. 10 બોર્ડના પરિણામમાં સર્વશ્રેષ્ઠ રહેવાની પરંપરા જાળવી રાખી છે. સતત 11માં વર્ષે પણ મોદી સ્કૂલ પરિવાર અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને તેમના વાલીઓનો વિશ્ર્વાસ જીતી જામનગરવાસીઓ માટે પણ ગૌરવ લઇ શકાય તેવું ઉચ્ચત્તમ પરિણામ આપી વિદ્યાર્થીઓને સફળતાની નવી રાહ ચિંધી છે.
ધો. 10માં જામનગર જિલ્લામાં 420 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. તેમાંથી એકમાત્ર જામનગર મોદી સ્કૂલના 65 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. મોદી સ્કૂલ કુલ 261 વિદ્યાર્થીઓમાંથી 50 વિદ્યાર્થીઓએ 99થી વધુ પીઆર, 113 વિદ્યાર્થીઓએ 95થી વધુ પીઆર તથા 156 વિદ્યાર્થીઓએ 90થી વધુ પીઆર મેળવ્યા છે.
ધો. 10ના પરિણામમાં મોદી સ્કૂલના 261 વિદ્યાર્થીઓમાંથી 99.23 ટકા વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. જેમાં અનુભવી શિક્ષકોની ટીમ સાથે એજ્યુકેશન સિસ્ટમમાં થતાં નવા ફેરફારો સાથે વિદ્યાર્થીઓને આ સિસ્ટમમાં ઢાળી સમય સાથે તાલ મિલાવી હંમેશા મોદી સ્કૂલ વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક બની રહી છે. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સમગ્ર વર્ષ દરમિયાન સતત મૂલ્યાંકન દ્વારા મોદી સ્કૂલ વિદ્યાર્થીઓનો આત્મ વિશ્ર્વાસ વધારતી રહી છે. કોરોનાકાળમાં ઓનલાઇન સિસ્ટમ પણ ઓફલાઇન સિસ્ટમની જેમ જ કાર્યરત રહી હતી. કોરોનાકાળ દરમિયાન બાળકોના શિક્ષણમાં કોઇપણ પ્રકારની કચાસ ન રહે તેની મોદી સ્કૂલે કાળજી રાખી હતી. જેનું ઉદાહરણ આ વર્ષનું ધો.10નુ મોદી સ્કૂલની પરિણામ સાબિતી આપે છે.