જામનગરમાં દશેરાના પર્વ નિમિત્તે રાજપૂત સમાજ દ્વારા આજરોજ શસ્ત્રપુજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજપૂત સમાજની રેલી પણ યોજાઈ હતી. જેમાં રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
વિજ્યાદશમીના પર્વ નિમિત્તે જામનગર રાજપૂત યુવા સંઘ દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરમાં ક્રિકેટ બંગલા સામે જામનગર રાજપૂત સેવા સમાજ ખાતે શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગર જિલ્લા રાજપૂત સેવા સમાજ પ્રમુખ પી. એસ. જાડેજા, જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પી.ડી.રાયજાદા, વિરેન્દ્રસિંહ જાડેજા, હાલાર જિલ્લા માજી સેૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ તેમજ રાજપૂત સમાજના હોદ્ેદારો તેમજ અગ્રણીઓ મોટીસંખ્યામાં રહ્યાં હતાં અને શસ્ત્રપૂજન કર્યુ હતું. શસ્ત્રપૂજન કાર્યક્રમ પૂર્વે રાજપૂત સમાજ દ્વારા રેલી પણ યોજાઈ હતી. જેમાં પણ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.