જામનગરમાં દશેરાના પર્વ નિમિત્તે જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા આજરોજ શસ્ત્રપુજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
પોલીસ હેડકવાર્ટર ખાતે જિલ્લા પોલીસવડા સહિતના પોલીસ કર્મચારીઓ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું.જામનગર જિલ્લા પોલીસ હેડકવાર્ટર ખાતે દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જે એન ઝાલા, એમ. બી. સોલંકી, ડી.પી. વાઘેલા તથા પીઆઈ-પીએસઆઈ સહિતના અધિકારીઓ તથા પોલીસજવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શસ્ત્રપૂજન કર્યુ હતું.