જામનગરમાં દશેરા નિમિતે હિન્દુ સેના એ શસ્ત્રપૂજન કર્યું હતું. વર્તમાન સમય માં શાસ્ત્ર ની સાથે શસ્ત્ર પણ જરૂરી છે. જે તરફ હિન્દુ સેના આગળ વધી રહી છે અને અસત્યનો સત્ય પર વિજય, અધર્મનો ધર્મ પર વિજયને લઈ શાસ્ત્ર રચિત નીતિથી સમાજની સુરક્ષા માટે શસ્ત્ર ઉઠાવવું હવે જરૂરી છે અને વર્તમાન સમયમાં હિન્દુ સેના તે તરફ આગળ વધી રહી છે ત્યારે શસ્ત્ર પૂજનમાં હિન્દુ સેના ગુજરાત ના પ્રમુખભટ્ટની ઉપસ્થિતિ સાથે હિન્દુ સેના ધર્મચાર્ય આશુતોષ વ્યાસે પોતાના રક્ત થી શસ્ત્રોની પૂજા કરી હતી.
આ શસ્ત્રપૂજનમાં હિન્દુ સેના શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ, યુવા ઉપપ્રમુખ ધીરેન નંદા, સંકલન પ્રમુખ મયુર ચંદન, જયદીપસિંહ પિંગળ, કમલ રામાવત, અનિલ ચોહાણ,રાહુલ ચાવડા, મહેશ વશરા,જયદીપ લારિયા, ભરત પારધી, ઉમેશ તેજવાની, રણજીતસિંહ રાઠોડ,ઘનશ્યામ ચિતારા, આયુષ સોલંકી,કિશન નંદા,સંજય ખેતિયા વગેરે પૂજનમાં જોડાયા હતા.