જામનગરમાં હિન્દુ સેના ધર્મના કામને લઈ આગળ વધી રહી છે એટલું જ નહીં ગુજરાતના અનેક જિલ્લાઓ સુધી આ કાર્યને આગળ ધપાવી લવ જેહાદ અને લેન્ડ જેહાદ ના પડકારો સામે લડી રહી છે. અસત્ય પર સત્યની જીત અને અધર્મ પર ધર્મનો વિજય એ ધ્યાનમાં લઇ હિન્દુ સેના પણ ધર્મ માટે મરી મિટાવાની તૈયારી સાથે જીવના જોખમે કામ કરી રહી છે, અને શસ્ત્ર પૂજન દ્વારા અધર્મ સામે ધર્મની લડાઈ લડી રહી છે જેમાં સંકલ્પ બદ્ધ થઈ શસ્ત્રોનું પૂજન કરી સનાતન ધર્મની રક્ષા કાજે શપથ લીધા હતા.
આ શસ્ત્ર પૂજન ના કાર્યક્રમમાં ગુજરાત હિન્દુ સેના અધ્યક્ષ પ્રતિક ભટ્ટ, જામનગર વિભાગ એટલે કે ત્રણ જિલ્લાના અધ્યક્ષ અશોકભાઈ સોલંકી, શહેર પ્રમુખ દિપક પીલાઈ, મંત્રી મયુર ચંદન, ધીરેન નંદા, કિશન નંદા, ભરત પારગી, યશાંક્ક ત્રિવેદી જીગ્નેશ રામાવત, મેહુલ મહેતા, રાજ ખીરા, અમિત પઢિયાર સહિતના જોડાયા હતા. તેમ જ પૂજન વિધિ આચાર્ય ચિરાગ ભટ્ટ દ્વારા કરાવવામાં આવી હતી.તેમ હિન્દુ સેના મીડિયા સેલ ના મેહુલ મહેતાની યાદીમાં જણાવે છે.