નગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ (સૌરાષ્ટ્ર-કચ્છ) દ્વારા આજરોજ કાશિ વિશ્ર્વનાથ મંદિર ખાતે શાંતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રહ્મસમાજના હોદ્ેદારો ઉપસ્થિત રહી યજ્ઞનો લાભ લીધો હતો.
કોરોના જેવી વૈશ્ર્વિક મહામારીમાં સમગ્ર વિશ્ર્વની સાથે ભારત પણ સપડાયું છે. આ મહામારી એટલી જીવલેણ છે કે, અમુક અકાળે મૃત્યુ પામેલ જીવાત્માઓની પોતાના પરિવાર દ્વારા હિન્દુવિધિ પ્રમાણે અંતિમ સંસ્કાર પણ થયા નથી. આવા જીવાત્માઓની સંપૂર્ણ મોક્ષ મળે અને પરમાત્મા તેમની આત્માને શાંતિ અર્પે તથા મહાદેવના ચરણોમાં સ્થાન મળે તેવા માનવ કલ્યાણના સદ્વિચારથી જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા શાંતિયજ્ઞ યોજાયો હતો. આ તકે ટ્રસ્ટી નરેન્દ્રભાઇ ત્રિવેદી, જિલ્લા પ્રમુખ પ્રફુલ્લભાઇ વાસુ તથા શહેર પ્રમુખ આશિષભાઇ જોશી સહિતના હોદ્ેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.