જામનગર નજીક દરેડમાં મોહનભાઇ ખેતિયા પરિવાર દ્વારા નિર્મિત તક્ષશિલા આશ્રમ પરિશરમાં આયોજિત પંચદેવ પ્રતિષ્ઠા મહોત્સવમાં દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી ઉપસ્થિત રહયા હતા. તેમના હસ્તે તક્ષશિલામાં નિર્મિત્ત મંદિરમાં પાંચ દેવોની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધી કરવામાં આવી હતી.
આ તકે શંકરાચાર્યના આશિર્વાદ મેળવવા માટે જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલ કગથરા, અગ્રણીઓ વિપુલભાઇ કોટક, નિરજભાઇ દત્તાણી, દિનેશભાઇ મારફતિયા, બાદલ રાજાણી, હેમલભાઇ કોટક, ધ્યેય કોટક, એડવોકેટ દિનેશ વિરાણી વગેરે અગ્રણીઓ પહોંચ્યા હતા. તેઓએ શંકરાચાર્યના આશિર્વાદ મેળવી સનાતન ધર્મ અંગે સત્સંગ કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, મોહનભાઇ ખેતિયા પરિવાર દ્વારા નિર્મિત તક્ષશિલા સંકુલ દ્વારકા સ્થિત શારદાપીઠને અર્પણ કરવામાં આવ્યું છે. પંચદેવ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે અહીં ગિરીબાપુની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.