દરવર્ષે વૈશાખ મહિનાની અમાસના દિવસે શનિદેવ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજરોજ શનિદેવ જયંતિ નિમિત્તે જામનગર શહેરમાં નાગેશ્ર્વર વિસ્તારમાં આવેલ શનિદેવના મંદિરે શનિ જયંતિ નિમિત્તે વ્હેલી સવારથી ભાવિકોની ભીડ ઉમટી હતી.
લોકોએ શનિદેવની પૂજા-અર્ચના કરી હતી અને શનિ જયંતિ નિમિત્તે પ્રાર્થના કરી હતી. તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતાં. વ્હેલી સવારથી જ શનિદેવ મંદિરે ભાવિકજનોની ભીડ ઉમટેલી જોવા મળી હતી. આ ઉપરાંત ગાંધીનગર વિસ્તારમાં આવેલ ઇચ્છેશ્ર્વર મહાદેવ મંદિરમાં પણ શનિદેવનું મંદિર હોય, ત્યાં પણ આજે શનિદેવ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના રહેવાસીઓએ મહાપ્રસાદ સહિતના આયોજનોનો લાભ લીધો હતો.