ઉઝબેકિસ્તાનના સમરકંદમાં શાંઘાઇ કો-ઓપરેશનની સમિટની બેઠકનો પ્રારંભ થયો છે. આ બેઠકમાં ભાગ લેવા માટે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સમરકંદ પહોંચ્યા છે. જયાં તેઓએ ચીન, રશિયા, ઉઝબેકિસ્તાન, ઇરાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. સાંઘાઇ સમિટના આઠ દેશોના વડાઓ સમુહ ફોટો સેશનમાં સૂટ-બૂટમાં સજજ જોવા મળ્યાં હતા. જયારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરંપરાગત કુર્તા, પાયજામામાં જોવા મળ્યા હતા. બેઠક દરમ્યાન ચીન અને રશિયાના પ્રમુખ સાથેની મુલાકાતને મહત્વની માનવામાં આવે છે.