કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુરુવારે કૂચ બિહારથી ભાજપની પરિવર્તન યાત્રાના ચોથા તબક્કાની શરૂઆત કરશે અને એક જાહેર સભાને પણ સંબોધન કરશે. ભાજપ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં પાર્ટીના મુખ્ય પ્રવક્તા અનિલ બાલુનીએ કહ્યું કે શાહ ઠાકુરબારી મેદાનમાં જાહેર સભાને સંબોધન કરશે. અગાઉ તેઓ આસામ પહોંચ્યા હતા અને અહીં તેમણે તેમની પુણ્યતિથિ નિમિત્તે પંડિત દીનદયાળ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપી હતી.
તેમણે કહ્યું કે સાંજે કેન્દ્રીય ગૃહ પ્રધાન કોલકાતાના સાયન્સ સિટી ઓડિટોરિયમની પણ મુલાકાત લેશે, જ્યાં તેઓ પાર્ટીના સોશ્યલ મીડિયા સ્વયંસેવકોની બેઠકને સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ શાહનો પશ્ચિમ બંગાળ પ્રવાસ દિલ્હીમાં પ્રજાસત્તાક દિન પર ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસાને કારણે મોકૂફ રાખવામાં આવ્યો હતો.
આ અગાઉ મંગળવારે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ બે પરિવર્તન યાત્રાને લીલીઝંડી આપી હતી. એક તારાપીઠ મંદિરના ચિલ્લર મઠથી અને બીજું ઝારગ્રામના લાલગલફવિ સાજીબ સંઘ મેદાનમાંથી. પશ્ચિમ બંગાળની તમામ 294 વિધાનસભા બેઠકો પર પહોંચવા માટે ભાજપે પાંચ તબક્કામાં પરિવર્તન યાત્રા કરવાની યોજના બનાવી છે.