Saturday, December 21, 2024
Homeરાજ્યહાલારધ્રોલ તાલુકામાં SGFI સીધી રાજ્યકક્ષાની અંડર 19 સોફ્ટબોલ સ્પર્ધા યોજાઈ

ધ્રોલ તાલુકામાં SGFI સીધી રાજ્યકક્ષાની અંડર 19 સોફ્ટબોલ સ્પર્ધા યોજાઈ

- Advertisement -

રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત-ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની કચેરી-જામનગર ગ્રામ્ય દ્વારા સંચાલિત SGFI સીધી રાજ્યકક્ષાની અંડર 19 સોફટબોલ સ્પર્ધા જામનગરની શ્રી ગણેશ વિદ્યાલય, ધ્રોલ તાલુકા ખાતે યોજાઈ હતી.

- Advertisement -

આ સ્પર્ધામાં સમગ્ર રાજયમાંથી ભાઈઓની કુલ 36 અને બહેનોની કુલ 34 ટીમોએ ભાગ લીધો હતો, અને કુલ 1100 જેટલા ખેલાડીઓએ આ સ્પર્ધામાં જોડાયા હતા. આ સ્પર્ધામાં ભાઈઓની કેટેગરીમાં પ્રથમ ક્રમાંકમાં સુમન વિદ્યાલય-અમદાવાદ, બીજા ક્રમે ધ ફ્રેંડઝ હાઈસ્કુલ, સલાલ-બનાસકાંઠા અને ત્રીજા ક્રમે વાણિયામીલ બીલીમોરા-નવસારીએ પ્રાપ્ત કર્યું હતું. જ્યારે બહેનોની કેટેગરીમાં પ્રથમ ક્રમે કનેરીયા ગર્લ્સસ્કુલ-જુનાગઢ બીજા ક્રમે ડી.એસ.પટેલ-આણંદ અને ત્રીજા ક્રમે ડી.એન.જે.ડીસા-બનાસકાંઠાએ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

વિજેતા ખેલાડીઓમાંથી પસંદગી પામેલા ગુજરાત રાજયની સોફ્ટબોલ ભાઈઓ તથા બહેનોની ટીમ રાષ્ટ્રીયકક્ષાએ મહારાષ્ટ્ર ખાતે રમવા જશે. ખેલાડીઓને ભોજન, નિવાસ અને આવવા-જવા માટેનું પ્રવાસભથ્થું રાજ્ય સરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તેમ જિલ્લા રમત ગમત અધિકારી, બી.જે.રાવલીયા, જામનગર ગ્રામ્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular