Monday, December 23, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્ર-કચ્છમાં સીવિયર કોલ્ડવેવની અંબાલાલ પટેલની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છમાં સીવિયર કોલ્ડવેવની અંબાલાલ પટેલની આગાહી

આજથી લઘુતમ તાપમાન ઘટશે : જામનગરમાં આજે 12 ડીગ્રી તાપમાન

- Advertisement -

ગુજરાતના મોટા ભાગના જીલ્લાઓમાં છેલ્લા 4-5 દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો ગગડતાં લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો છે. પરંતુ આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનું જોર વધશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.

- Advertisement -

આવતીકાલ સુધી ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 2ડીગ્રી સુધી ગગડશે.ઉત્તરભારતમાં ભારે હિમવર્ષાની અસર ગુજરાત સુધી વર્તાશે અને 20થી30 ડીસેમ્બર સુધીમાં માવઠાની આગાહીના પરિણામે લઘુતમ તાપમાનમાં ઘટાડો આવશે. તેમજ આજે 18 ડીસેમ્બરના રોજ ગુજરાતભરમાં કાતિલ ઠંડી પડવાની આગાહી છે.

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 18 ડિસેમ્બરથી લઘુતમ તાપમાન ઘટશે. 0 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડીસ્ટર્બનના કારણે હિમ વર્ષા થશે અને હિમાલય સફેદ ચાદરથી ઢંકાઈ જશે. ગુજરાતમાં તેની અસર જોવા મળશે. રાજ્યમાં 20થી 27  ડિસેમ્બરદરમિયાન કડકડતી ઠંડી અનુભવાશે. અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં સીવિયર કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. અને તાપમાન 27 ડિસેમ્બર સુધી 6ડીગ્રી સુધી ઘટવાનું અનુમાન છે. 18 ડિસેમ્બરથી જ લઘુતમ તાપમાન 12 ડિગ્રીએ પહોંચી જશે. ત્યારે આજે જામનગરમાં પણ 12 ડીગ્રી તાપમાન નોંધાયું છે.  20 થી 27  ડિસેમ્બર સૌથી વધારે ઠંડીનો અનુભવ થશે.

- Advertisement -

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular