જામનગર શહેરના કિસાન ચોક વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા સાત શખ્સોને રૂા.18,180 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ નાશી ગયેલા પાંચ શખ્સોની શોધખોળ આરંભી હતી. જામનગરના દિ.પ્લોટ 53 માં તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સોને રૂા.11650 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જ્યારે નાશી ગયેલા ત્રણ શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. કાલાવડ તાલુકાના દાવલી ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા પાંચ શખસોને રૂા.8100 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાંથી તીનપતિનો જુગાર રમતા પાંચ શખ્સોને રૂા.3570 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસેના વિસ્તારમાંથી વર્લીના આંકડા લખી જૂગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરના કિસાન ચોક ગડિયાપાળા વિસ્તારમાં જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પીઆઈ એમ. જે.જલુ ની સૂચનાથી પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે રેઈડ દરમિયાન વિવેક દિલીપ નંદા, નદીમ હાસમ ખફી, દિપક નારણ નંદા, અતિક અબુ કથીરી, પ્રકાશ નારણ નંદા, મેહુલ જતિન ચાન્દ્રા અને મિહીર મુકેશ મુંજાલ નામના સાત શખ્સોને રૂા.18,180 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લીધા હતાં તેમજ રેઈડ પૂર્વે નાશી ગયેલા રાહુલ ભરત કનખરા, હાર્દિક હરીશ નાખવા, કલ્પેશ લખા નંદા, જીતુ ઉર્ફે જોજો લખા નંદા, ભાવેશ અમુ લખિયર નામના પાંચ શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો, જામનગર શહેરના દિ.પ્લોટ 53 માં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે રેઈફ દરમિયાન રાજેશ નારણ ભદ્રા, રૂપેશ છોટુ નંદા, મહેશ રમેશચંદ્ર મોનાણી, કિશોર પ્રવિણચંદ્ર મોનાણી નામના ચાર શખ્સોને રૂા.11,650 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં જ્યારે અતુલ હરકિશન મોનાણી, જીગો મીસ્ત્રી, દિનેશ પ્રવિણચંદ્ર મોનાણી નામના નાશી ગયેલા ત્રણ શખ્સોની શોધખોળ આરંભી હતી.
ત્રીજો દરોડો, કાલાવડ તાલુકાના દાવલી ગામમાં દેવીપૂજક વાસની પાછળ બાવળની ઝાળીઓમાં તીનપતિનો જૂગાર રમતા રાજેશ રવજી ચાવડા, દિનેશ મેઘજી ચાવડા, દિલીપ ટપુ સાડમિયા,ચંદુ ટપુ સાડમિયા, મુના લાખા સાડમિયા નામના પાંચ શખ્સોને રૂા.8,100 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. ચોથો દરોડો, જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા મેઘજી હિરા મકવાણા, કિરીટ કારા મકવાણા, અશ્ર્વિન દાના મકવાણા, વિશાલ સોમાત મકવાણા, મનોજ રણજીત મકવાણા નામના પાંચ શખ્સોને રૂા.3570 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પાંચમો દરોડો, જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસેના વેલનગર શેરી નં.1 મા જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમતા અતુલ પ્રતાપ ગોહિલ, સતિષ ઉર્ફે સતિયો લંગડો કિશનરાય ગુર્જર નામના બે શખ્સોને રૂા.2820 ની રોકડ રકમ અને વર્લીના સાહિત્ય સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.