જામજોધપુરમાં મેલાણ ગામની સોસાયટીમાંથી વર્લીમટકાના આંકડા લખતા એક શખ્સને પોલીસે રેઈડ દરમિયાન રૂા.450 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જામજોધપુરના શેઠવડાળામાં રહેણાંક મકાને જુગાર રમતા પાંચ શખ્સોની પોલીસે રેઇડ દરમ્યાન રૂા.11,430ની રોકડ સાથે ઝડપી લીધાં હતાં. જામજોધપુરમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખતા એક શખ્સને પોલીસે રેઈડ દરમિયાન રૂા.700ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જુગાર દરોડાની વિગત મુજબ જામજોધપુરમાં મેલાણ ગામની સોસાયટીમાં જાહેર રોડ પર વર્લીમટકાના આંકડા લખતા હોવાની મળેલી બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન સંજય ડાયાભાઈ સુરેલા નામના શખસને રોકડ રૂા.450 અને વર્લીના આંકડા લખેલી સ્લીપ સાથેના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
બીજા દરોડામાં જામજોધપુરના શેઠવડાળામાં તુલસીભાઈ હીરજીભાઈ બલોચીયા પોતાના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે શેઠવડાળા પોલીસે રેઇડ દરમ્યાન તુલસીભાઈ હીરજીભાઈ બલોચીયા, વલ્લભ નારણભાઈ દવે, હેમરાજ કુરજીભાઈ બલોચીયા, શાંતિલાલ પોપટભાઈ દવે, ગોકર છગનભાઈ ડઢાણીયા નામના પાંચ શખ્સોને રૂા 11,430ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજા દરોડામાં જામજોધપુર ગામમાં ધરમશાળા પાસે જાહેર રોડ પર વર્લીમટકાના આંકડા લખતા હોવાની મળેલી બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન સૌરભ સુજીતભાઈ વાઢેર નામના શખસને રોકડ રૂા.700 અને વર્લીના આંકડા લખેલી સ્લીપ સાથેના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.