જોડિયા તાલુકાના બોડકા ગામમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે તીનપતિનો જૂગાર રમતા સાત શખ્સોને રૂા.38900 ની રોકડ રકમ અને છ મોબાઇલ ફોન મળી કુલ રૂા.68,900 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. લાલપુરમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ શખ્સોને રૂા.4230 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જોડિયા તાલુકાના બોડકા ગામમાં રહેતા કર્નલ નરશી લાડવા તેના ઘરે બહારથી માણસો બોલાવી જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે પીએસઆઈ ડી.પી.ચુડાસમા તથા સ્ટાફે રેઈડ દરમિયાન કર્નલ નરશી લાડવા, વસંત રવજી વઘેરા, ભાવેશ ધનજી વઘેરા, રમેશ દેવજી ટાંક, વિશાલ ભગવાનજી જાવીયા, ભરત કાંતિલાલ ધામેચા, જગદીશ રામજી સંતોકી નામના સાત શખ્સોને રૂા.38,900 ની રોકડ અને રૂા.30000 ની કિંમતના 6 નંગ મોબાઇલ મળી કુલ રૂા.68,900 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, લાલપુર ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા કારા દેવા નંજાર, નિલેશ કારા રાઠોડ, દિલીપ પ્રેમજી સાગઠીયા, પોલા કરમશી પંડત, રમેશ જેઠીરામ શ્રીમાળી, ખેતા ઉગા ગોહિલ નામના છ શખ્સોને રૂા.4230 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.