ધ્રોલ ગામમાં આવેલા મારૂતિનગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડતા સ્થળેથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન સાત શખ્સોને રૂા.1,18,850 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ નવ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ, ધ્રોલ ગામમાં મારૂતિનગર સોસાયટીમાંં રહેતા વજુ જીવરાજ મુળિયા નામના વૃધ્ધ શખ્સ તેના મકાનમાં બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડતા હોવાની બાતમીના આધારે પીએસઆઈ પી.જી.પનારા તથા સ્ટાફે રેઈડ દરમિયાન વજુ જીવરાજ મુળિયા, વિજય કાંતિ મહેતા, જગદીશકુમાર ખ્યાલદાસ રાજા, રાજ મહેબુબ બાનાણી, ખુશકુમાર રામપ્રસાદ વૈષ્ણવ, હેમાભાઈ નાગજીભાઈ વરૂ, આમદશા બફાદીશા શાહમદાર નામના સાત શખ્સોને પોલીસે રૂા.72850 ની રોકડ રકમ અને રૂા.46000 ની કિંમતના સાત નંગ મોબાઇલ મળી કુલ રૂા.1,18,850 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. તેમજ નાશી ગયેલા હુશેન ઉર્ફે ઈતરડી ખાટકીની શોધખોળ આરંભી આઠ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.