ખંભાળિયા પંથકમાં ડીવાયએસપી વી.પી. માનસેતાના વડપણ હેઠળ તેમની કચેરીના સ્ટાફ દ્વારા જુગાર સામે કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત એ.એસ.આઈ. શક્તિરાજસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જાડેજા અને ભાવિનભાઈ સચદેવને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના દખાણાદા બારા ગામે રહેતા નિર્મળસિંહ કનુભા જાડેજા નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં ચલાવાતા જુગારના અખાડા પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પોલીસે નિર્મળસિંહ કનુભા જાડેજા, કનકસિંહ જેમલજી જાડેજા, દશરથસિંહ ઉમેદસિંહ જાડેજા, ખેંગારજી ભીખુભા જાડેજા, રવિરાજસિંહ દોલુભા જાડેજા, વિજયસિંહ કેશરજી જાડેજા અને મહાવીરસિંહ લધુભા જાડેજા નામના સાત શખ્સોને ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન પોલીસે રૂપિયા 71,200 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી, સલાયા મરીન પોલીસ મથકમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
કલ્યાણપુરથી આશરે 28 કિલોમીટર દૂર ભોગાત ગામના દરિયા કિનારે એક મંદિર પાસે બેસીને રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપાના વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા ગઢવી રાયમલ લુણા રાજાણી, મુરુ લખુ ચૌહાણ, વાલા મોહન વાઘેલા, વિનોદ વિક્રમ પરમાર, લીલા સામત ચૌહાણ, કુંવરબેન દેવજોગ ઉર્ફે કલાણ મતકા, રામીબેન કરસન વાઘેલા, રાધાબેન રણછોડ ચૌહાણ અને કમલાબેન મુરુભાઈ વાઘેલા નામના નવ વ્યક્તિઓને પોલીસે ઝડપી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 50,500 રોકડા રૂ. 25,000 ની કિંમત ના પાંચ મોબાઈલ ફોન તેમજ રૂપિયા 2,00,000 ની કિંમતની ઈનોવા મોટરકાર અને રૂપિયા 25,000 ની કિંમતનું એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા 3,00,500 નો મુદ્દામાલ કબજે કરી, આ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
ખંભાળિયામાં ટાઉનહોલ સામે કુંભાર જ્ઞાતિની વાડી સામેથી પોલીસે મોડી રાત્રીના સમયે સ્ટ્રીટ લાઇટના અજવાળે જોરદાર રમતા મહેશ ભોવાન ઢાકેચા અને રાજેશ રવજીભાઈ વાઘેલાને રૂ. 3,000 ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.
કલ્યાણપુર પોલીસે દુધિયા ગામેથી કિશન વજસી વરુ અને મેરામણ કરસન વરુને તીનપત્તીનો જુગાર રમતા રૂ. 3,080 ના મુદ્દામાલ સાથે તેમજ રાવલ ગામેથી જેસા લાખા વાઘેલા, જય જેસા વાઘેલા અને બાબુ હીરા વાઘેલાને રૂ. 2,480 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. ભોગાત ગામે એક મંદિર પાસે બેસીને ચલણી નોટોના નંબર ઉપર એકીબેકીનો જુગાર રમતા હસમુખગર જીવણગર રામદતી અને જયરાજ ભીમા બુધિયા નામના બે શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.


