Wednesday, January 15, 2025
Homeરાજ્યભાટિયા પોલીસે જૂગારની રેડમાં મોટેપાયે તોડ કર્યાના તર્ક-વિતર્ક

ભાટિયા પોલીસે જૂગારની રેડમાં મોટેપાયે તોડ કર્યાના તર્ક-વિતર્ક

મૂળ રકમથી ત્રીજા ભાગની જ રકમ દેખાડી!?

- Advertisement -

રાજકોટનો તોડકાંડનો મામલો હજુ શમ્યો નથી ત્યાં ભાટિયા પોલીસ દ્વારા મોટાપાયે તોડ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. જેમાં બંધ મકાનમાં જૂગારની રેડ કરી એક લાખથી વધુની રકમ પોલીસ ચોપડે દર્શાવ્યા વગર ભાગ બટાઈ કરી હોવાની કિસ્સો અત્યારે ભાટીયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

- Advertisement -

મળતી માહિતી અનુસાર ભાટિયામાં તા .28 ના રોજ ભાટિયામાં જૂગાર રમતા હોવાની બાતમી પી.એસ.આઈ મકવાણા તેમજ રાજાભાઈ ગોજીયાને મળી હતી. ત્યારે બાતમીના આધારે બંધ મકાનમાં જૂગારધામ પર રેઈડ દરમિયાન સાત શખ્સો જૂગાર રમતા રૂા.65,140 નો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું પોલીસ ચોપડે નોંધવામાં આવ્યું હતું. પરંતુ પોલીસ ચોપડે દર્શાવામાં આવેલ રકમ 65,140 રૂપિયાની જગ્યાએ આ રકમ કરતા ત્રણ ગણી વધુ એટલે કે એક લાખ ચોર્યાશી હજાર રૂપિયા આ રેડમાંથી પોલીસે કબ્જે કર્યા હતા. તો એકલાખ અઢાર હજાર આઠસો સાઈઠ રૂપિયા પોલીસ ચોપડે ચડ્યા જ નથી. તો આ રૂપિયા નું શું થયું ? તે એક સળગતો પ્રશ્ર્ન છે. શું ભાટીયા પોલીસ દ્વારા વધુ રકમ રસ્તામાં પડી ગઈ ? શું ભાટીયા પોલીસની નિયત બગડીને ચોપડે માત્ર ત્રીજા ભાગની જ રકમ દર્શાવી વધુ રકમની ભાગ બટાઈ થઇ? તેવા અનેક પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે. ભાટીયા ઓ.પી.ના વિવાદિત પી . એસ. આઈ મકવાણા વારંવાર ચર્ચામાં રહી ચૂક્યા છે. અને પબ્લીસીટી માટે ગતકડા કરતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જેમાં તાજેતરમાં જ એક પત્રકાર સાથે ગેરવર્તન કરવાનો કિસ્સો પણ સામે આવ્યો હતો. જેમાં પત્રકાર દ્વારા પી.એસ.આઈ મકવાણા વિરુદ્ધ ઉચ્ચકક્ષા સુધી લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી.

લોકશાહીમાં કોઈ દાદા નથી હોતા તે પી.એસ.આઈ મકવાણાએ સીનીયર અધિકારી પાસેથી શીખવું જોઈએ બીજું કે પોલીસ પ્રજાની રક્ષક છે નહિ કે ભક્ષક. આ તોડ કાંડનો કિસ્સો ભાટિયામાં ચર્ચાનો વિષય બન્યો છે અને ભાટીયા પોલીસની કામગીરી અંગે અનેક તર્કવિતર્ક લગાવામાં આવી રહ્યા છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular