Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરબાઈક રેસ લગાવી જૂગાર રમતા સાત શખ્સો ઝડપાયા

બાઈક રેસ લગાવી જૂગાર રમતા સાત શખ્સો ઝડપાયા

સીક્કા પોલીસના બે દરોડા : વસઈ પાસેથી ચાર શખ્સો અને નાની ખાવડી નજીકથી ત્રણ શખ્સો ઝબ્બે : પાંચ બાઈક સહિત 2,33,500 નો મુદ્દામાલ કબ્જે

- Advertisement -

જામનગર તાલુકાના વસઈ ગામના પાટીયા પાસેના ધોરીમાર્ગ પરથી તથા ખાવડીથી સીક્કા તરફ જવાના માર્ગ પર બાઈકમાં રેસ લગાડી જૂગાર રમતા સાત શખ્સોને સીક્કા પોલીસે ઝડપી લઇ રૂા.2,33,500 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જાહેર ધોરીમાર્ગો પર બાઈકના સ્ટંટ કરી રેસ લગાવતા તત્વો સામે જામનગર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આવા આવારા તત્વો ધોરીમાર્ગ પર જૂગાર રમી બાઇકની રેસ લગાડતા હોય છે જેના કારણે માર્ગ પરથી પસાર થનારા વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને કયારેક તો અકસ્માત પણ થતા હોય છે. જામનગર તાલુકાના વસઈ ગામના પાટીયા પાસે બપોરના સમયે ધોરીમાર્ગ પર બાઈક રેસ લગાડી જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સીક્કાના પીએસઆઈ આર.એચ. બાર, હેકો જીતેન્દ્રસિંહ જાડેજા, પો.કો. રઘુવીરસિંહ જાડેજા, વિજય કારેણા, લાલજીભાઈ રાતડિયા અને પુષ્પરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન ફુલસ્પીડમાં બેદરકારીપૂર્વક બાઈક ચલાવી રેસ લગાવતા એજાજ જુનસ કેર, અલીઅસગર ઈકબાલ કુંગડા, અસગર મામદ સુંભણિયા અને નવાઝ અબ્દુલ મેપાણી નામના સીક્કાના ચાર શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.2000 ની રોકડ રકમ અને રૂા.1,30,000 ની કિંમતની ત્રણ બાઇક મળી કુલ રૂા.1,32,000 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગર જિલ્લાના નાની ખાવડીથી સીક્કા તરફ જવાના માર્ગ પર સાંજના સમયે બાઈક રેસ લગાવતા સ્થળે સીક્કા પોલીસે રેઈડ દરમિયાન સમીર હુશેન ભગાડ, સબીર અયુબા મેપાણી, શાહનવાજ મામદ વાઘાણી નામના સીક્કા ગામના ત્રણ શખ્સોને ઝડપી લઇ તેમની પાસેથી રૂા.1500 ની રોકડ રકમ અને એક લાખની કિંમતની બે બાઈક મળી કુલ રૂા.1,01,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આમ સીક્કા પોલીસે બે દરોડામાં સાત શખ્સો વિરૂધ્ધ બાઈક રેસનો ગુનો નોંધી રૂા.2,33,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular