જામનગર શહેરના ખંભાળિયા નાકા પાસેથી ત્રણ શખ્સો ચલણી નોટોના નંબર ઉપર જૂગાર રમતા પોલીસે ઝડપી લઇ રૂા.11,200 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોડિયામાં જૂના રેલવેના ગોડાઉન પાસેથી પોલીસે ત્રણ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લ રૂા.10400ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. લાલપુરમાં ધરારનગરમાંથી એક શખ્સ વર્લીમટકાના આંકડાનો જૂગાર રમતા ઝડપાયો હતો.

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં ખંભાળિયા નાકે ભવાની પાનની બાજુમાં ચલણી નોટોના નંબર ઉપર એકી બેકીના આંકડા બોલી જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી એ પોલીસે પ્રવિણ ગોરધન કનખરા, અલતાફ મહમદ બ્લોચ, ઈમરાન ગફાર ખફી નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ રૂા.11200 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જુના રેલવે ગોડાઉન પાસે આવેલ બાવળમાં ઝાડ નીચે જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન સલીમ યુસુફ ખીરાણી, રાજેન્દ્રસિંહ ચંદુભા સોઢા, હાસમ ગની માંડલિયા નામના ત્રણ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.10400 ની રોકડ રકમ સહિતનો મુદદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર જિલ્લાના લાલપુર ટાઉનના ધરારનગર ધાર ઉપરથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રવિ જેન્તી દાણીધારીયા નામના શખ્સને જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમતો ઝડપી લઇ રૂા.140 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.