જામનગરના ખેતીવાડી ફાટક પાસે જાહેરમાં તિનપત્તીનો જુગાર રમતાં ચાર શખ્સોને પોલીસે રેઇડ દરમિયાન રૂા. 11500ની રોકડ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના તાડીયા હનુમાન અખાડા ચોકમાં તિનપત્તીનો જુગાર રમતી ત્રણ મહિલાઓને પોલીસે રૂા. 3430ની રોકડ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના ખેતીવાડી ફાટક પાસે નવા ઓવરબ્રિજ નીચે જાહેરમાં તિનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઇડ દરમિયાન સંજય જેન્તી પરમાર, પરબત ઉર્ફે પ્રભાત શંકર ગઢવી, કિશોર સામજી ઠાકેડા તથા પ્રફુલ્લા લાલજી ગજરા નામના ચાર શખ્સોને રૂા. 11500ની રોકડ સહિતના મુદ્ામાલ સાથે તિનપત્તીનો જુગાર રમતાં ઝડપી લીધા હતાં.
બીજો દરોડો જામનગર શહેરમાં તાળિયા હનુમાન અખાડા ચોકમાં જાહેરમાં તિનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમિયાન ત્રણ મહિલાને રૂા. 3430ની રોકડ સાથે જુગાર રમતી ઝડપી લીધી હતી.