Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરકેર ફોર હ્યુમીનિટી ફાઉન્ડેશન દ્વારા જેએમસી ગૌશાળામાં સેવા કાર્ય

કેર ફોર હ્યુમીનિટી ફાઉન્ડેશન દ્વારા જેએમસી ગૌશાળામાં સેવા કાર્ય

2000 લાડુ તથા 2000 રોટલીઓ ગાયોને ખવડાવાઇ

કેર ફોર હ્યુમીનિટી ફાઉન્ડેશન દ્વારા જામનગર મહાનગરપાલિકા હસ્તકની ગૌશાળામાં ગાયોને 2000 લાડુ તથા 2000 રોટલી ખવડાવવામાં આવી હતી.

- Advertisement -

જામનગર શહેરમાં પશુ નિયંત્રણ પોલીસીની અમલવારી કરવા અનુસંધાને કમિશ્નરની સુચના અન્વયે નાયબ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ભટકતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે આ પશુઓને મ.ન.પા હસ્તકની અલગ અલગ ત્રણ ગૌશાળાઓમાં રાખવામાં આવે છે. તા.03ના રોજ જામનગર મહાનગરપાલિકા હસ્તકની હાપા ગૌશાળા ખાતે કેર ફોર હ્યુંમીનિટી ફાઉન્ડેશન દ્વારા 2000 લાડુ તથા 2500 રોટલી ગાયોને ખવડાવીને શહેરીજનોને પ્રેરણાદાયક ઉદાહરણ આપ્યું છે. આ ઉમદા કાર્ય, શહેરના લોકોને જાહેરમાં ઘાસચારો ન નાખવા અને આ પ્રકારનું દાન-પુણ્ય કાર્ય કરવા પ્રેરણા આપે છે.

આથી જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને જાહેર રોડ રસ્તા પર ઘાસચારો ન નાખવા અપીલ કરવામાં આવે છે અને જો ઘાસચારો કે અન્ય પ્રકારે દાન-પુણ્ય કરવું હોય તો JMC Connect App. મારફત દાન આપવા અથવા મ.ન.પા. હસ્તકની ગૌશાળાઓ ખાતે રૂબરૂ દાન આપવા જામનગર મહાનગરપાલિકા આહ્વાન કરે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular