Thursday, November 21, 2024
Homeબિઝનેસશેરબજાર સતત ત્રીજા દિવસે ગગડયું, સેન્સેક્સ 600 પોઇન્ટ તૂટયો

શેરબજાર સતત ત્રીજા દિવસે ગગડયું, સેન્સેક્સ 600 પોઇન્ટ તૂટયો

- Advertisement -

મુંબઈ શેરબજારમાં આજે મંદીની હેટ્રીક થઇ હતી અને સેન્સેક્સમાં 600 પોઇન્ટથી અધિકનો કડાકો સર્જાયો હતો. શેરબજારમાં આજે શરુઆત જ ગેપડાઉન રહી હતી. વિશ્વ બજારોનાં નકારાત્મક અહેવાલો તથા ઘરઆંગણે કોઇ સારા કે પ્રોત્સાહક કારણોની ગેરહાજરીથી માનસ નબળુ બની રહ્યું હતું.

- Advertisement -

વિદેશી નાણા સંસ્થાઓ ફરી વખત ભારતીય માર્કેટમાંથી મોટુ વેચાણ કરવા લાગી હોવાનું જાહેર થતાં ખચકાટ હતો. ગઇકાલે પણ વિદેશી સંસ્થાઓએ ભારતીય શેરબજારમાંથી 1200 કરોડથી અધિકનું વેચાણ કર્યું હતું.
જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે અમેરિકા તથા યુરોપમાં આર્થિક મંદીના ભણકારા, ચીનનો આર્થિક વિકાસ દર ધારણા કરતાં પણ વધુ નીચો આવતા, રિઝર્વ બેન્કની માસાંતે ધીરાણ નીતિ બેઠકમાં વ્યાજ દર વધવાની ભીતિ સહિતના કારણોથી માનસ ખરડાયેલુ હતું. તેજી તરફી ઝોક માટે સારા કારણોની આવશ્યકતા છે. આવતા મહિને કોર્પોરેટ કંપનીઓના પરિણામો આવવા લાગશે ત્યારે માર્કેટનો ટ્રેન્ડ નક્કી થશે.

શેરબજારમાં આજે મોટાભાગના શેરોમાં ગાબડા પડ્યા હતા. લાર્સન, મહીન્દ્ર, મારુતિ, નેસ્લે, પાવરગ્રીડ, રિલાયન્સ, સ્ટેટ બેન્ક, ટીસીએસ, ઇન્ફોસીસ, ટેક મહીન્દ્ર, અલ્ટ્રા ટેક સિમેન્ટ, ભારતી એરટેલ, હીરો મોટો,, વેદાંતા સહિતના શેરો ગગડ્યા હતા. મંદી બજારે પણ અદાણી એન્ટરપ્રાઇઝ, અંબુકા સિમેન્ટ, ઇન્ડુસઇન્ડ બેન્ક, સિપ્લા, સન ફાર્મા, ટાઈટન જેવા શેરો મજબૂત હતાં. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 550 પોઇન્ટના ગાબડાથી 59383 હતો જે ઉંચામાં 59720 તથા નીચામાં 59154 હતો. નિફટી 171 પોઇન્ટ ઘટીને 17705 હતો જે ઉંચામાં 17820 તથા નીચામાં 17642 હતો. કરન્સી માર્કેટમાં ડોલર સામે રુપિયો વધુ 13 પૈસા ઘટીને 79.83 હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular