Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકામાં પ્રમુખના નામ માટે સેન્સ પ્રક્રિયા - VIDEO

જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકામાં પ્રમુખના નામ માટે સેન્સ પ્રક્રિયા – VIDEO

- Advertisement -

જામનગર જિલ્લાની ત્રણ નગરપાલિકામાં કોને મળશે તાજ? તે માટે ભાજપ દ્રારા સેન્સ પ્રક્રિયા કરવામા આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાલાવડ, જામજોધપુર અને ધ્રોલમાં ભાજપને સ્પષ્ટ બહુમતી સાથે શાસન આવ્યુ. નગર પાલિકામાં કોણ બનશે પ્રમુખ ટુંક સમયમા થશે નિર્ણય. નિરીક્ષક તરીકે ભાજપના નેતા ભરતભાઈ બોધરા અને વંદનબેન મકવાણા જામનગરમાં આવ્યા. પ્રમુખ પદની પસંદગી માટે સેન્સની પ્રક્રિયા કરવામાં આવી હતી. નગરપાલિકામાં વિજેતા ઉમેદવાર, મંડળ પ્રમુખો, આગેવાનો રહ્યા હાજર રહ્યા હતા. નામની યાદી નિરીક્ષકો દ્રારા મવડી મંડળને મોકલવામાં આવશે. ટુંક સમય પાર્લામેન્ટરીમા નામ જાહેર કરાશે.

જામજોધપુર નગર પાલિકામા પ્રમુખ પદ માટે મહિલા ઓબીસી અનામત હોવાથી 6 સભ્યો પૈકી એકની પસંદગી થશે. ધ્રોલ નગરપાલિકામા પ્રમુખ પદ માટે અનુસુચિત જાતિ સામાન્ય હોવાથી 3 સભ્ય માથી પસંદગી થશે. કાલાવડ નગરપાલિકામાં પ્રમુખ પદ માટે સામાન્ય સ્ત્રી અનામત હોવાથી
14 મહિલા સભ્યમાથી 6 સભ્ય વિચારણા હેઠળ છે. ત્રણેય નગરપાલિકામાં 3 નામની પેનલ નકકી કરવામા આવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular