ફીઝીયોથેરાપી શું છે, અને ફીઝીયોથેરાપીની સારવાર મેળવવાથી કેટલા ફાયદા થાય છે, તેનાથી અજાણ લોકોને જ્ઞાન આપવાના હેતુ સાથે જામનગર ખાતે યોજાયેલ ફીઝીયોથેરાપીના ફ્રી સેમીનારને જબ્બરદસ્ત સફળતા સાંપડી છે, કારણ કે પ00 થી વધુ લોકોએ આ સેમીનારમાં ભાગ લઇને લાભ મેળવ્યો છે. સ્ટે હેલ્થી ફીઝીયોથેરાપી સેન્ટર દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં નિષ્ણાંત એવા ડો. મારીશા દ્વારા ઉપસ્થિત લોકો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો, જે ખુબ રસપ્રદ રહ્યો હતો અને લોકોએ પોતાને મુંઝવતા પ્રશ્નોના જવાબ મેળવ્યા હતા
તા. 6 જુલાઇના રોજ ધન્વંતરી ઓડીટોરીયમ ખાતે સાંજના પ થી 8 વાગ્યા સુધી ફ્રી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું, આમ તો દેશમાં અત્યાર સુધી ક્યાંય ફીઝીયોથેરાપીનો સેમીનાર થયો નથી, એટલે ગુજરાતમાં પ્રથમ વખત જામનગર ખાતે આ આયોજન કરાયું હોવાનું કહી શકાય છે.
સેમીનારમાં પ00 થી વધુ લોકો ઉમટી પડ્યા હતા અને જુદા જુદા દર્દોને સાંકળીને 1ર જેટલા નાટ્ય રૂપાંતરો દ્વારા નિદાન સંબંધે ખૂબ જ સચોટ ઉપાયો સૂચવવામાં આવ્યા હતા. સેમીનારના મુખ્ય આયોજક ડો. મારીશાએ ફીઝીયોથેરાપીનું એમની પાસે રહેલું જ્ઞાન ઉપસ્થિત લોકોને પીરસ્યું હતું.
સેમીનારમાં ફીઝીયોથેરાપી સારવાર મેળવી ચૂકેલા અને હાલમાં સ્વસ્થ તેમજ ખુશી જીવન જીવી રહેલા લોકો સાથે પણ સીધો સંવાદ કરવામાં આવ્યો હતો, જે ખૂબ રસપ્રદ રહ્યો હતો અને તમામ લોકોએ પોતાને મુંઝવતા પ્રશ્ર્નોના જવાબ મેળવ્યા હતા, આ સેમીનારમાં ગરદન, કમર, ઘુંટણના દુ:ખાવાઓ વિશે સંખ્યાબંધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેનો ડો. મારીશા દ્વારા સંતોષજનક પ્રત્યુતર આપવામાં આવ્યો હતો.
સેમીનારમાં જામનગરના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. દિપક ભગદે, મીનાબેન ભગદે, ડો. સાગર બુમતરીયા, પ્રિતીબેન કોટક, મેહુલભાઇ જોબનપુત્રા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આમ તો સેમીનાર ત્રણ કલાકનો હતો, પરંતુ તેમાં વર્ષોથી નીતનવા દર્દોથી પીડાતા લોકોએ એટલો રસપૂર્વક સંવાદ કર્યો હતો કે, આ સેમીનાર તેના નિયત સમય કરતા વધુ સફળતાપૂર્વક ચાલી અને સંપન્ન થયો હતો.સેમીનારને સફળ બનાવવા માટે ડો. મારીશાની સાથે ડો. પાયલ ભાંભી, ડો. પ્રિન્સી મહેતા, ડો. પુજા મણીયાર, ડો. હેમાંગી ગોહેલ, ડો. શ્રેયા વરસોવા, ડો. યાશ્વી મોરઝરીયા, ડો. અવની વિસરોલીયા, ડો. દેવ શાહ ઉપરાંત વૈભવી, દિયા, પ્રતિક્ષા, વર્ષા, પાયલ, કિંજલ, માનસી, વિવેક, વૈભવ અને રૂદ્ર દ્વારા પણ જહેમત ઉઠાવવામાં આવી હતી.


