Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં ભાજપાના વિવિધ સેલના હોદ્દેદારોની વરણી

જામનગર શહેરમાં ભાજપાના વિવિધ સેલના હોદ્દેદારોની વરણી

જામનગર બીજેપીના અધ્યક્ષ વિમલ કગથરા દ્વારા જામનગર મહાનગરના વિવિધ સેલના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. અધ્યક્ષ દ્વારા પ્રદેશ નેતૃત્વ સાથે ચર્ચા કરી મીડિયા સેલ, ડોક્ટર સેલ, સહકારીતા સેલ, વ્યવસાયિક સેલ, આર્થિક સેલ, વ્યાપાર સેલ, પૂર્વ સૈનિક સેલ, સફાઈ કામદાર સેલ, માલધારી સેલ, ગૌ સંવર્ધન સેલ,પરપ્રાંતીય સેલ, સી.એ.સેલ, રમત-ગમત સેલ, સંસ્કૃતિક સેલ, લીગલ સેલ, શિક્ષક સેલ તથા બુદ્ધિજીવી સેલના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.

જેમાં શહેર ભાજપાના મીડિયા સેલમાં ભાર્ગવભાઈ ઠાકર, ચંદ્રવદનભાઈ ત્રિવેદી, સંજયભાઈ આઈ.જાની, હેમતભાઈ ગોહિલ, દીપાબેન સોની, અશોકભાઈ જાની, લખમણભાઈ ગઢવી તથા વિજયસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. ડોક્ટર સેલમાં ડો.વિરલ છાયા, ડો. દીપક ધીણોજા, રાજેશ ધાડીયા, ડો.ભાવિન વધાસીયા, ડો.ડેનીશ પટેલ, ડો.જોગીન જોશી, ડો.કેવિન વિરાણી, ડો.દેવેન્દ્ર વ્યાસ, ડો.કેવન વૈશ્નાણીની વરણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular