શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષેશ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરી સન્માનીત કરવામાં આવે છે. જેમાં વર્ષ 2021 માટે જામનગર જિલ્લાના તાલુકા તથા જિલ્લાકક્ષાના એવોર્ડ માટે માધ્યમિક તથા પ્રાથમીક વિભાગના કુલ 11 શિક્ષકોની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ માટે પસંદગી કરાઈ છે.
જેમાં જિલ્લા કક્ષાના પારિતોષિક માટે સ્વાતિ છત્રોલા- જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલ, રસુલભાઈ એરંડિયા- દાવલી પ્રાથમિક શાળા તા.કાલાવડ, પંકજભાઈ પરમાર- વડવાળા પ્રાથમિક શાળા તા.જામજોધપુર, રાજેશકુમાર બારોટ- વુલનમિલ કન્યા તાલુકા શાળા તા.જામનગર તથા તાલુકા કક્ષાએ તાલુકા પારિતોષિક એવોર્ડ માટે સમિતિ દ્વારા શિક્ષકોની પસંદ કરવામાં આવેલ છે.જેમાં પ્રીતિબેન જગડ-શાળા નં.21 જામનગર કોર્પોરેશન, યોગેશકુમાર ભેંસદડિયા- નેસડા પ્રાથમિક શાળા તા.જોડીયા, રાકેશકુમાર ફેફર- પીથડ તાલુકા શાળા તા.જોડીયા, સંજયભાઈ વડિયાતર-સડોદર તાલુકા શાળા તા.જામોધપુર, જાગૃતિબા ગોહિલ- સણોસરી તાલુકા શાળા તા.લાલપુર, મિનલબેન વંકાણી- આણંદપર કન્યા શાળા તા.કાલાવડ, સોનલ ખેબર- લતીપુર વાડીશાળા નં.03 તા.ધ્રોલનો સમાવેશ થાય છે.