ભારત દેશને વિશ્ર્વગુરૂ બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા લઘુઉદ્યોગ સેલની રચના કરવામાં આવી છે. ત્યારે જામનગર ફેકટરી ઓનર્સ એસોસીએશનના પ્રમુખ લાખાભાઇ કેશવાલાની કાર્યશૈલી તથા અનુભવની નોંધ લઇ તેમની જામનગર જિલ્લા સદસ્ય તરીકે વરણી કરવામાં આવી છે. તેથી જામનગરમાં ઉદ્યોગકારોમાં આનંદની લાગણી છવાઇ છે. લઘુ ઉદ્યોગ સેલમાં લાખાભાઇ કેશવાલાની નિમણૂક થતા જામનગરના બ્રાસ ઉદ્યોગના વિકાસને અસર કરતા પ્રશ્ર્નોની રજૂઆતને વેગ મળશે તથા તેનું ઉકેલ લાવવામાં સરળતા રહેશે તેમ એસોસીએશનના માનદ મંત્રી અશોકભાઇ દોમડિયાની યાદી જણાવે છે.