Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો એસ્ટેટ શાખા દ્વારા એક છોટા હાથી સહિત 70 મણ ઘાસનો જથ્થો...

જામ્યુકો એસ્ટેટ શાખા દ્વારા એક છોટા હાથી સહિત 70 મણ ઘાસનો જથ્થો જપ્ત

ઘાસના ત્રણ વિક્રેતાઓ ઉપર ફરિયાદ દાખલ કરાઇ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં અનઅધિકૃત્ત રીતે ઘાસચારાનું વેચાણ કરતાં વિક્રેતાઓ ઉપર ઘોંસ બોલાવવામાં આવી છે. છેલ્લાં થોડા દિવસોથી શહેરના વિવિધ વિસ્તારોમાં ઘાસનું વેચાણ કરતાં વિક્રેતાઓ વિરૂધ્ધ તવાઇ બોલાવી દંડનિય કાર્યવાહીની સાથે ઘાસની જપ્તી સહિતના કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના અનુસાર શહેરમાં ગેરકાયદેસર રીતે અને ટ્રાફિકને અડચણરૂપ ઘાસચારાનું વેચાણ કરતાં આસામીઓ પર કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. જેને લઇ જામ્યુકોના એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દિક્ષીતની રાહબરી હેઠળ શહેરના મીગ કોલોની વિસ્તાર, સાધના કોલોની, આર્યસમાજ રોડ, મારૂ કંસારાની વાડી, પંચવટી ગૌશાળા, ગીતા મંદિર, ગોલ્ડન સીટી, ખોડિયાર કોલોની, 80 ફુટ રોડ, ગુલાબનગર મામાના મંદિર પાસે, ભીમવાસ, નાગેશ્ર્વર મંદિર, નદીનો પટ હરિયા કોલેજ રોડ દિગ્વીજય પ્લોટ પ0ના છેડે, ઉદ્યોગનગર પોલીસ ચોકી પાસે તથા રણજીતનગર લેઉવા પટેલ સમાજ સહિતના વિસ્તારોમાંથી 70 મણ જેટલો ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઘાસના ત્રણ વિક્રેતા ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

તેમજ પંજાબી ઢાબા પાસેથી જી.જે-10 ટીએકસ 1131 નંબરનો ઘાસનો જથ્થો ભરેલ છોટા હાથી પર જપ્ત કરી દંડની વસુલાત કરવામાં આવી હતી અને આ ઘાસના જથ્થાને જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બે મોકલવામાં આવ્યો હતો. એસ્ટેટ શાખા તથા સોલિડ વેસ્ટ શાખા દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. આથી તમામ ઘાસ વેચવા વાળાઓને જામ્યુકો દ્વારા કોઇપણ જગ્યાએ ઘાસ ન વેચવા અને નાગરિકોને પણ ઘાસની ખરીદી ન કરવા સહકાર આપવા અપીલ કરાઇ છે. આમ છતાં જે લોકો ઘાસ વેચવાનું ચાલુ રાખશે તેમના પર પોલીસ ફરિયાદની પણ કાર્યવાહી કરવામાં આવશે. તેમજ જે લોકો ઘાસ ખરીદી જાહેર જગ્યા ઉપર નાખશે તેમના ઉપર પણ ફરિયાદની કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular