જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં કાયમી સફાઇ કર્મચારીઓના સેટઅપમાં ઘણાં સમયથી 60થી 65 જગ્યાઓ ખાલી પડી છે. આ અંગે જનરલ બોર્ડ દ્વારા 80 જગ્યા મંજૂર કરવામાં આવી છે. આથી આ જગ્યા ઉપર હાલમાં ફરજ બજાવતાં રોજમદાર સફાઇ કર્મચારીઓને સિન્યોરીટી મુજર કાયમી સફાઇ કર્મચારી તરીકે નિમણૂંક આપવાની માગ સાથે અખિલ ભારતીય સફાઇ મજદૂર સંઘના પ્રદેશ મહાસચિવ સતિષ પરમાર સહિતના હોદ્ેદારો દ્વારા કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.