Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરવિશેષ ભરતી અભિયાન દ્વારા સિક્યોરીટી ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ તાલિમ વર્ગ

વિશેષ ભરતી અભિયાન દ્વારા સિક્યોરીટી ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ તાલિમ વર્ગ

એસ.એસ.સી.આઇ. નવીદિલ્હી દ્વારા ગ્રામ્ય યુવાનોને સિક્યોરીટી ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ માટે એક દિવસીય તાલિમ કાર્યક્રમ ભરતી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવારો પાસેથી રૂા. 350 ફી ઉઘરાવવામાં આવતી હોય, આ અંગે તાલુકા વિકાસ અધિકારીને કોઇ જાણ ન હોય, ઉમેદવારોમાં નારાજગી જોવા મળી રહી હતી.

- Advertisement -

વિશેષ ભરતી અભિયાન જામનગર અંતર્ગત સુરક્ષા જવાન તથા સુરક્ષા સુપરવાઇઝર માટે ભરતી પ્રક્રિયાની તા. 13 થી 18 સુધી જામનગર જિલ્લાના છ તાલુકાઓમાં આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં તાલિમ સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારો પાસેથી રજીસ્ટ્રેશન ફીના નામે રૂા. 350 ઉઘરાવવામાં આવ્યા હતાં. આ અંગે તાલુકા વિકાસ અધિકારી પાસે કોઇ માહિતી ન હોય અને રજીસ્ટ્રેશન ફી ઉઘરાવવામાં આવી રહી હોય. ઉમેદવારોમાં રોષની લાગણી છવાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular