Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયએનડીટીવી હસ્તગત કરવા અદાણીને સેબીની લીલી ઝંડી

એનડીટીવી હસ્તગત કરવા અદાણીને સેબીની લીલી ઝંડી

- Advertisement -

ભારત અને એશિયાના સૌથી મોટા ધનિક ગૌતમ અદાણીની દિગ્ગજ મીડિયા કંપની એનડીટીવીને ખરીદવાનો રસ્તો સાફ થઇ ગયો છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ મીડિયા કંપની એનડીટીવીમાં 26 ટકાથી વધુની ભાગીદારી ખરીદવા માટે અદાણી ગ્રૂપને ઓપન ઓફરને મંજૂરી આપી છે.

- Advertisement -

સેબીની વેબસાઈટ પરની માહિતી અનુસાર બજાર નિયામકે એનડીટીવીમાં 26 ટકાથી વધુની ભાગીદારી લેવા માટે 492.81 કરોડ રૂપિયાની પ્રસ્તાવિત ઓફર પર 7 નવેમ્બરે અંતિમ ટિપ્પણીઓ આપવામાં આવી છે.આ ઓપન ઓફર 22 નવેમ્બરે ખુલશે અને 5 ડિસેમ્બરે બંધ થશે. એનડીટીવીની તરફથી હાલમાં શેરબજારને મળેલી માહિતી અનુસાર ઓફર માટે 294 રૂપિયા પ્રતિ શેરની કિંમત નક્કી કરાઇ છે. ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રૂપે ગયા ઓગસ્ટમાં વિશ્ર્વ પ્રધાન કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ વીસીપીએલને હસ્તગત કરવાની જાહેરાત કરી હતી. વીસીપીએલ એ એક દાયકા પહેલા એનડીટીવીના સ્થાપકોને 400 કરોડ રૂપિયાથી વધુની લોન આપી હતી. આ લોનની સામે ધિરાણકર્તા માટે કોઇપણ સમયે એનડીટીવીમાં 29. 18 ટકા હિસ્સો લેવાની જોગવાઇ રાખવામાં આવી હતી. અદાણી ગ્રૂપ દ્વારા ટેકઓવર કર્યા બાદ વીસીપીએલ એ 17 ઓક્ટોબરે જાહેરાત કરી હતી કે તે એનડીટીવીના લઘુમતી શેરધારકો પાસેથી વધારાનો 26 ટકા હિસ્સો ખરીદ્વા માટે ઓપન ઓફર કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular