Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં રેસ્ટોરન્ટ સિલ થયાના ગણતરીની કલાકોમાં ફરી શરૂ થયેલું દેખાયું

જામનગરમાં રેસ્ટોરન્ટ સિલ થયાના ગણતરીની કલાકોમાં ફરી શરૂ થયેલું દેખાયું

ઠેબા ચોકડી નજીક સુપર ફેમિલી રેસ્ટોરન્ટ બપોરે સિલ થયું, રાત્રે શરૂ થયાનાી તસ્વીરો સામે આવી : તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ

- Advertisement -

રાજ્ય સરકારના આદેશ બાદ જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવી રહયું છે જેમાં ગઇકાલે ગુરૂવારે શહેરમાં 20 જેટલા ખાણીપીણીના સ્થળો ફાયર એનઓસી, બાંધકામ પરવાનગી સહિતના મુદાઓને લઇ સિલ કરવામાં આવ્યા હતા. જેમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા જામનગરની ભાગોળે ઠેબા ચોકડી નજીક આવેલ સુપર ફેમિલી રેસ્ટોરન્ટ પણ સિલ કરવામાં આવ્યું હતું. પરંતુ જાણે હોટલ રેસ્ટોરન્ટ સંચાલક તંત્રને દાદ દેતા ન હોય તેમ બપોરે રેસ્ટોરન્ટ સિલ થયા બાદ રાતના સમયે ફરી શરૂ થયાનું સામે આવ્યું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા બપોરના સમયે સુપર ફેમિલી રેસ્ટોરન્ટ સિલ કર્યુ હતું અને ગણતરીની કલાકો બાદ જ ફરી રાત્રિના સમયે આ રેસ્ટોરન્ટ ચાલુ હોવાનું ઉપરોકત તસ્વીરમાં જોઇ શકાય છે. રેસ્ટોરન્ટ રાતના સમયે ચાલુ હતુ અને અહીં લોકો પણ જોવા મળ્યા હતા. ત્યારે જામ્યુકોએ સિલ કરેલું રેસ્ટોરન્ટ ગણતરીની કલાકોમાં ફરીથી કંઇ રીતે શરૂ થયું તે મોટો પ્રશ્ર્ન છે. શું રેસ્ટોરન્ટ સંચાલકો તંત્રને ગણતા નથી કે તંત્રની કોઇ બીક રહી નથી કે પછી અન્ય કોઇ કારણ છે ? આ રેસ્ટોરન્ટ રાત્રિના સમયે શરૂ હોય જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular