Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજી. જી. હોસ્પિટલ માં દર્દી ના સગા અને સિક્યોરિટી ગાર્ડ વરચે ઝપાઝપી

જી. જી. હોસ્પિટલ માં દર્દી ના સગા અને સિક્યોરિટી ગાર્ડ વરચે ઝપાઝપી

- Advertisement -

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રવેશના મુદ્દે એક દર્દીના સગા તેમજ સિક્યુરિટી ગાર્ડ વચ્ચે બોલાચાલી થયા પછી મામલો ગરમાયો હતો, અને ઝપાઝપીના દ્રશ્યો પણ થયા હતા. જેથી ભારે તંગદિલી થઈ હતી, અને સમગ્ર મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયો હતો. જોકે પાછળથી બંને પક્ષે સમાધાન થયું હતું.

- Advertisement -

આ બનાવની વિગત એવી છે કે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં એક વિધવા મહિલાને માથામાં ઇજા થઈ હોવાથી સારવાર માટે દાખલ કરવામાં આવી હતી, જેને એક્સરે વગેરેની જરૂરત હોવાથી તેની પુત્રી હોસ્પિટલમાં પ્રવેશ મેળવવા માટે આવી હતી.

જ્યાં પાસ ના મુદ્દે સિક્યુરિટી ગાર્ડ નિવૃત્ત આર્મીમેન સાથે રકઝક થઈ હતી, અને દર્દીની સગા પૈકીની દર્દીની પુત્રીએ મોબાઇલમાં શૂટિંગ કરવાનું શરૂ કરતાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા મોબાઈલ ફોન ઝુંટવી લેવાયો હતો. ત્યારે થોડીક ક્ષણો માટે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. જેથી હોસ્પિટલમાં તંગ વાતાવરણ બન્યું હતું.

- Advertisement -

આ બનાવની જાણ થતાં સિટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, અને દદી તેમજ તેની પુત્રી તથા સિક્યુરિટી ગાર્ડ ને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયા હતા. જો કે ત્યાં બંને વચ્ચે સમાધાન થઈ ગયું હોવાથી પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. આ સમગ્ર ઘટના સમયે હોસ્પિટલ પરિસરમાં લોકોનું ટોળું એકત્ર થયું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular