જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરના લાલવાડી વિસ્તારમાં શાળાનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં આ શાળાનું નવનિયુક્ત અધ્યક્ષ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.
ગુજરાત સરકાર હંમેશા ઉત્કૃષ્ટ શિક્ષણ અંગે જાગૃત રહે છે. ત્યારે જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની આવી જ એક ઉત્કૃષ્ટ શાળાનું લાલવાડી, હાપા માર્કેટિંગ યાર્ડ નજીક નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. આ નવનિર્માણ પામેલ શાળાનું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવનિયુક્ત અધ્યક્ષ મનિષભાઇ કનખરા, ઉપાધ્યક્ષ પ્રજ્ઞાબા સોઢા, શિક્ષણ સમિતિના સભ્યો વિમલ સોનછાત્રા, મનિષાબેન બાબરીયા, અનિલભાઇ બાબરીયા, શહેર ભાજપ મિડીયા વિભાગના ભાર્ગવભાઇ ઠાકર, દિપાબેન સોની સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.