જામનગર જિલ્લામાં આજથી ત્રણ દિવસ સુધી ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. શહેરમાં સરદાર પટેલ શાળા નં. 37માં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કમિશનર વિજયકુમાર ખરાડી તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનિષભાઇ કનખરા, કોર્પોરેટર દિવ્યેશભાઇ અકબરી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. આ તકે બાળકોના વાલીઓ તેમજ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.