લોહાણા મહિલા સેવા સમાજ દ્વારા કાકુભાઈ જમનાદાસ તન્ના ચેરીટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી તા.10 ના રોજ લોહાણા મહાજનવાડી, જામનગરમાં સ્કોલરશીપ વિતરણ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રમુખ તરીકે પુનમબેન માડમ, અતિથી વિશેષ પદે જીતુભાઈ લાલ, પ્રદિપભાઈ માધવાણી તથા કનુભાઈ કોટક ઉપસ્થિત રહ્યાં હતાં. સંસ્થા તરફથી 80 વિદ્યાર્થીઓને એક લાખ રૂપિયાનું ચેકનું વિતરણ ઉપસ્થિત મહેમાનો હસ્તે કરવામાં આવ્યું હતું. દિપ પ્રાગટય બાદ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી સુલોચનાબેન તન્ના એ મહેમાનોનું સ્વાગત કર્યુ હતું અને લોહાણા મહિલા સેવા સમાજની પ્રવૃતિઓની માહિતી આપતા જણાવેલ કે, સંસ્થા છેલ્લાં 45 વર્ષથી સેવાના કાર્યો હંમેશા કરતી આવી છે. આજ દિવસ સુધી 5600 થી વધારે સિલાઈ મશીન બહેનોને આપી પોતાના કુટુંબને મદદ કરતી રહી છે. આ ઉપરાંત કોરોના કાળમાં 80 હજારથી વધારે માસ્ક બનાવી બહેનોને રોજી આપી છે. તેમજ સંસ્થા દ્વારા સ્કૂલના પુસ્તક, નોટબુક, છાશ, જરૂરિયાતમંદને દવા વગેરે આપતી રહી છે અને હજુ પણ આપતી રહેશે. અતિથી વિશેષ પદે જીતુભાઈ લાલ તથા પ્રદિપભાઈ માધવાણીએ પોતાના પ્રવચનમાં સંસ્થાની પ્રવૃતિઓને બીરદાવી હતી. નિલેશભાઇ પાબારીએ સભાનું સંચાલન કર્યુ હતું.