Saturday, December 21, 2024
Homeરાજ્યગુજરાતયોજના દર્દીઓની સારવાર માટે કે પછી કમાણીનું સાધન ???

યોજના દર્દીઓની સારવાર માટે કે પછી કમાણીનું સાધન ???

- Advertisement -

ગરીબ દર્દીઓ માટે મફત સારવારની સુવિધા એટલે PMJAY યોજના તેવું. આપણે સહુ જાણીએ છીએ ત્યારે તાજેતરમાં બનેલા ખ્યાંતિ હોસ્પિટલની ઘટનાથી એક વખત વિચાર આવી જાય છે કે PMJAY યોજના એ દર્દીઓની સારવાર છે કે પછી ગુજરાતની હોસ્પિટલો માટે કમાણીનું સાધન ?

- Advertisement -

હોસ્પિટલોમાં બેડની સંખ્યા કરતા વધુ દર્દીઓને સારવારના નામે હોસ્પિટલના સંચલકોએ સરકાર પાસેથી લાખો, કરોડો નાણાં ખંખેરીયા છે. વર્ષ 2023 માં કેગ દ્વારા PMJAY યોજનાના ઓડીટરિપોર્ટમાં ગુજરાતની હોસ્પિટલોમાં ચાલતી ગેરરીતિનો ખુલાસો થયો હતો. જ્યારે 2021 મા ઓડીટર્સે ગુજરાતની જુદી જુદી 50 હોસ્પિટલોની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને બેડની ક્ષમતા કરતા વધુ દર્દીઓની સારવારની ગેરરીતિ જોવા મળી હતી. સારવારના નામે કાગળ પર આ શું ચાલી રહ્યું છે???

કેગના રિપોર્ટ મુજબ 2022 સુધીમાં કુલ રૂા.3507.72 કરોડની સહાય લોકોને ચૂકવાઈ છે. જ્યારે 14,12,311 કેો નંાયા છે. આ જોતા જણાય છે કે, આરોગ્ય વિભાગે હોસ્પિટલો કરોડો રૂપિયા ચૂકવી દીધા છે PMJAY યોજના એ હોસ્પિટલો માટે નાણાં ખંખેરવાનું સાધન બની છે. ખ્યાતિ હોસ્પિટલમાં આ યોજના હેઠળ હૃદયની સારાવરના નામે સરકારમાં કલેઈમ કરવાની વાત બહાર આવી. માત્ર ખ્યાતિ હોસ્પિટલે આ કાર્ડિયોોલજી પેટે સરકાર પાસેથી રૂા.27,70,96,003 સેરવી લીધા છે. જ્યારે વર્ષ 2021 માં આરોગ્ય વિભાગે ખ્યાતિ હોસ્પિટલને ગેરરીતિ બદલ એમ્પેનલ કરી હતી. ત્યારે ફરી આજે PMJAY યોજના હેઠળ સારવાર માટે મંજૂરી આપવામાં આવી તે પણ એક મોટો સવાલ છે..

- Advertisement -

આમ, ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને મફત સારવાર મળી રહે તેવા હેતુથી શરૂ કરાયેલી આ PMJAY યોજના શું ગુજરાતની હોસ્પિટલો માટે નાણાં ખંખેરવાનું સાધન બની છે???

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular